રામ ગોપાલ વર્માની ફિલ્મ કોરોના વાયરસનું ટ્રેલર લોન્ચ

દેશ-દુનિયામાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસથી દરેક ખુણો પ્રભાવિત થયો છે, સામાન્ય માણસથી લઇને બૉલીવુડ સેલેબ્સ લૉકડાઉનના કારણે પોતાના ઘરમાં બંધ છે. ત્યારે આ બધાની વચ્ચે ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ પોતાની આગામી લેટેસ્ટ ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરી દીધુ છે.

રામ ગોપાલ વર્માની આ ફિલ્મનુ નામ અને થીમ તમને ચોંકાવી દેશે. આ ફિલ્મનું નામ ‘કોરોના વાયરસ’ છે, અને ફિલ્મની થીમ આ મહામારીની આસપાસ ફરી રહી છે.

રામ ગોપાલ વર્મા આ ફિલ્મના પ્રૉડ્યૂસર છે, અને અગસ્ત્ય મંજૂએ આને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ તેલુગુમાં બની છે, ફિલ્મનુ ટ્રેલર ચાર મિનીટથી વધુનુ છે. આમાં અગસ્ત્ય મંજૂએ જ લીડ રૉલ નિભાવ્યો છે.

ફિલ્મને શ્રેયસ ઇટી એપ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં અંતમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના પર આધારિત આ દુનિયાની પહેલી ફિલ્મ છે. પણ કેનેડાઇ નિર્દેશક મુસ્તફા કેશવારી એપ્રિલમાં જ કોરોના નામની બનાવી ચૂક્યા છે.

Loading...