Abtak Media Google News

એક સાથે ત્રણ અર્થી ઉઠતા બાંગા ગામમાં સર્જાયા હૃદય દ્રાવક દૃશ્ય: ઉતરપ્રદેશના મથુરા ખાતે કોરોનાના કારણે મુત્યુ નિપજેલા પિતાની અંતિમ વિધી કરી પરત આવતા પરિવારને અમીરગઢ નજીક કારને નડ્યો જીવલેણ અકસ્માત

કાલાવડ તાલુકાના બાંગા ગામના પ્રૌઢનું ઉતરપ્રેદશના મથુરા ખાતે કોરોનાના કારણે મૃત્યુ થતા તેમના મૃતદેહને બાંગા ગામે લાવવો શકય ન હોવાથી મૃતકના પત્ની, પુત્ર સહિતના પરિવાર જનો મથુરા ખાતે પોતાના સ્વજયની અંતિમ વિધી કરી પરત આવતા રાજસ્થાન બોર્ડર નજીક અમીરગઢ ગામે કારને ગમપવાર અકસ્માત નડતા રાબડીયા પરિવારની મહિલા સહિત ત્રણના મોત નીપજયા બાદ ત્રણેયની એક સાથે અર્થી ઉઠતા નાના એવા બાંગા ગામમાં હૃદય દ્રાવક દૃશ્ય સર્જાયા હતા. બાગા ગામ સ્વંભુ બંધ રહેતા શોકમય બંધ રહ્યુ હતુ.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા બાંગા ગામમાં પટેલ પરિવાર ઉપર આણધારી આફત આવી પડી. સ્વજનના મૃત્યું બાદ મથુરા ગયેલા પરિવારને પરત ફરતી વેળાએ અકસ્માત નડતા એકજ પરિવારના ત્રણ ત્રણ સભ્યોના ઘરના સ્થળેજ મૃત્યું નિણજતા નાના એવા બાંગા ગામમાં શોકનું મોજું ફરી વળયું હતું. બાંગા ગામના વલ્લભભાઇ પોપટભાઇ રાબડીયાનું અવસાન થતા તેમની અંતિમ ક્રિયા માટે વિઠ્ઠલભાઇના પુત્ર મેહુલભાઇ રાબડીયા અને મેહુલભાઇની માતા જયાબેન રાબડીયા સહિતના ગયા હતા. જેઓ કારમાં પરત ફરી રહ્રયા હતા તે વેળાએ ગુજરાતના અમીરગઢ નજીક અકસ્માત સર્જાતા રાબડીયા પરિવારના ત્રણ સભ્યોના માર્ગ અકસ્માતમાં મૃત્યું નીપજતા અરેરાટી વ્યાપી જવા પાત્રી છે. વધુ વિગત જાણવા મુજબ કાલાવડ તાલુકાના બાંગા ગામના રાબડીયા પરિવારના વતની યુ.પી. મથુરાથી પરત બાંગા ગામ તરફ આવતા રસ્તામાં અકસ્માત થવા પામ્યો. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા. મૃતકમાં માતા, પુત્ર અને કુટુંબી કાકાનો સમાવેશ થાય છે. જાણવા મુજબ રાબડીયા પરિવાર ૩ દિવસ પહેલા મૃંતક મેહુલના પિતાનું મથુરા ખાતે અવસાન થયું હતું. કોરોનાના કારણે મૃતકની બોડી અહી લઇ આવવી મુશ્કેલ હતી. માટે મથુરા ખાતે તેના અંતિમક્રિયા કરી વતન તરફ પરત ફરી રહગા હતા. મોડી રાત્રે ગુજરાત બોર્ડર પાસે અમીર ગઢ પાસે કારના ડ્રાઇવરને જોકુ આવી જતા ગાડી પલ્ટી જતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયાના સમાચાર મળતા બાંગા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. બપોરે ત્રણેયના મૃતદેહ વતન બાંગા ખાતે લઇ આવી અંતિમ ક્રિયા કરી હતી. તે વેળાએ નાનુ એવું બાંગા ગામ હીબક ચડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.