Abtak Media Google News

સરળ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ બાબતે મહાપાલિકા દ્વારા લેવામાં આવતા વિવિધ શ્રેણીબદ્ધ પગલાં : વિગતો આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ બાબતે હાલ વિવિધ પ્રકારની કરવામાં આવતી કામગીરીની વિગત આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં સરળ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ માટે મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં વિવિધ શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા છે.

શહેરમાં મુખ્ય ૪૮ રાજ્યમાર્ગો તથા ૧૫ મીટર પહોળાઈ સુધીના મુખ્ય માર્ગો ૫૨ કુલ અંદાજે ૧૪૧.૦ કીમી લંબાઈની ફૂટપાથ બનાવવામાં આવેલ છે. તેમજ ભારત સરકારશ્રીના અમૃત મિશન અંતર્ગત શહેરના વિવિધ રોડ પર અંદાજીત ૧૫.૪૦ કીમી લંબાઈની ફૂટપાથ ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

૧૧ ટ્રાફિક સિગ્નલો ઉપર તથા મુખ્ય રસ્તાઓ આવેલ ટ્રાફિક જંકશનો ઉપર કુલ ૧૩૨ લોકેશનો ઉપર ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત નવા ૪૫ ચોકમાં શહેરમાં જુદીજુદી જગ્યાએ નવા ટ્રાફિક સિગ્નલ મુકવાનું આયોજન સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવેલ છે.

ભારત સરકારશ્રીના સ્માર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં કુલ ૩૦ મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર અઝઈજ પ્રકારના ટ્રાફિક સિગ્નલો મુકવા અંગે તેમજ આ તમામ જંકશન ઉપર રાહદારીઓને ક્રોસિંગ માટે ઈલેક્ટ્રોનિક લાઈટીંગ સિગ્નલો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

જે સ્થળોએ રસ્તાઓને પહોળા કરવામાં આવેલ છે તેવી તમામ જગ્યાઓએ ટ્રાફિકને નડતર રૂપ ઇલેક્ટ્રિક થાંભલાઓ તથા અન્ય સર્વિસોને દુર કરી રસ્તો ચોખ્ખો કરવામાં આવેલ છે. લોકોને નોન મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ નો મહતમ ઉપયોગ કરવા માટે શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૩ સાઈકલ શેરિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવેલ છે.

તેમજ નવા ૧૦ સાઈકલ શેરિંગ સ્ટેશનો કાર્યરત કરવાનું આયોજન હાથ પર છે. આ ઉપરાંત એસ્ટ્રોન ચોક પાસે જન કલ્યાણ સોસાયટીથી સર્વેશ્વર ચોક સુધી ૭૦૦ મીટરની રાહદારી માટે વોક વે તેમજ સાયકલ ચલાવનાર માટે સાઈકલ ટ્રેક બનાવવા આવેલ છે.

પ્રોજેક્ટની સફળતા બાદ નવા બે સ્થળોએ (૧) મારુતી ચોક સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ ચોક થી વોંકળાને સમાંતર કાલાવડ રોડ ગાયત્રી મંદિર સુધી તથા (૨) સંત કબીર રોડ થી વોંકળાને સમાંતર મોરબી રોડ સુધી નવા સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે. ૪૨ નંગ મુખ્ય ટ્રાફિક સર્કલો ઇઘઝ ના ધોરણે ડેવલોપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે જે મોટા ભાગનું કામ પૂર્ણ થયેલ છે.

રાજકોટ શહેરમાં ૪૮ પૈકીના મુખ્ય રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટથી રોડ માર્કિંગ, કેટ આઈ (અંદાજીત ૧૭૩૨ નંગ) તથા મીડીયમ માર્કર મુકવામાં આવેલ છે. આ કામગીરી રોજબરોજની હોઈ હાલ શહેરના તમામ આંતરિક મુખ્ય માર્ગો પર અંદાજે ૧૧૦.૦૦ કિલોમીટર લંબાઈમાં નવા થર્મોપ્લાસ્ટથી રોડ માર્કિંગ તથા કેટ આઈ લગાવવાનું આયોજન હાથ ધરેલ છે. જેથી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત થતા રોકી શકાય છે.

રાહદારીઓની સુરક્ષા માટે શહેરમાં ૪૮ મુખ્ય રસ્તાઓ પૈકી વધારે ટ્રાફિક ધરાવતા કુલ ૨૨ મુખ્ય રસ્તાઓ ઉપર રી-લેન માર્કિંગ, સ્ટોપ લાઈન તથા સ્પીડ બ્રેકર, નો પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, હોસ્પિટલ તેમજ સ્કુલ વિગેરે માટે સાઈનેઝીસ મુકવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ તરફથી બવવામાં આવેલ રેલનગર વિસ્તારમાં આવેલ અન્ડરબ્રીજ વાહન ચાલકોની સુરક્ષા માટે કેટ-આઈ તથા બ્રિજની બંને તરફ કોન્વેક્ષ મિરર મુકવામાં આવેલ છે. જુના યુનીવર્સીટી રોડ પર પોસ્ટ ઓફીસ પાસેના ચોકમાં અવાર નવાર થતા અકસ્માતોને ધ્યાને લઇ નવું ટ્રાફિક સર્કલ ડેવલપ કરવામાં આવેલ છે, જેથી વાહનોની સ્પીડ કંટ્રોલ કરી શકાયેલ છે.

તથા નવું સર્કલ એ.જી. ચોક થી આલાપ ચોક તેમજ કોટેચા ચોકને રીડીઝાઈન કરી ટ્રાફિક સમસ્યા નિવારવા અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં પાર્કિંગ સમસ્યાને ધ્યાને લઇ મુખ્ય રસ્તા તથા મુખ્ય બજારને લાગુ કુલ ૨૪ લોકેશન પર પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવેલ છે, તથા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કુલ ૬ લોકેશન પર પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

શહેરના કાલાવડ રોડમાં રોડ ડીવાઈડર સેન્ટરમાં ન હોવાના કારણે અવારનવાર ટ્રાફિક સમસ્યા રહેતી હોઈ, જન ભાગીદારી મારફત સદર હું રોડ એલાયમેન્ટ સેન્ટરમાં શીફ્ટ કરવાના કારણે ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર સુધારો થયેલ છે. રાહદારીઓની સુરક્ષા માટે શહેરમાં ૪૮ મુખ્ય રસ્તાઓ પૈકી વધારે ટ્રાફિક ધરાવતા કુલ ૨૨ મુખ્ય રસ્તાઓ ઉપર રી-લેન માર્કિંગ, સ્ટોપ લાઈન તથા સ્પીડ બ્રેકર, નો પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, હોસ્પિટલ તેમજ સ્કુલ વિગેરે માટે સાઈનેઝીસ મુકવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં મુખ્ય ૪૮ માર્ગો ઉપર થતા દબાણ દુર કરવા ઘક્ષય ઠયયસ ઘક્ષય છજ્ઞફમ અભિયાન અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા તથા સુરક્ષા વિભાગ તેમજ કોર્પોરેશનના તમામ વિભાગો દ્વારા સંયુક્ત રીતે કુલ ૧૭ મુખ્ય રસ્તાઓ ઉપર કુલ ૯૪૫ લોકેશનો ઉપરથી માર્જીન તથા પાર્કિંગની જગ્યા ઉપરથી દબાણો દુર કરવામાં આવેલ છે.

શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર ફેરિયાઓ દ્વારા દબાણ થતું હોઈ, રાજકોટ શહેરમાં અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં કુલ ૧૦૩ લોકેશન ઉપર હોકર્સ ઝોન વિકસાવવામાં આવેલ છે, જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિક સમસ્યા મહાદ અંશે હળવી થાટેલ છે.

શહેરમાં ફૂટપાથ તથા મુખ્ય રસ્તાઓ ઉપર થયેલ દબાણ હટાવ કામગીરી દરમ્યાન કુલ ૧૬૫૦ રેંકડી કેબીનો તથા ફૂટપાથ ઉપર થયેલ દબાણ પૈકી ૧૬૮૩ પરચુરણ ચીજ વસ્તુઓ ચાલુ વર્ષ દરમ્યાન જપ્ત કરવામાં આવેલ છે, આ ઉપરાંત શહેરના મુખ્ય રસ્તા ઉપર આવેલ ૨૦ડ ૧૦ સાઈઝના ૧૪ બોર્ડ દુર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને શહેરમાં ટ્રાફિકનું નિવારણ કરવા વિભિન્ન સ્થળો પર હાઈટ ગેઈજ, પાર્કિંગ પટ્ટા, પાર્કિંગ-નો પાર્કિંગ ના બોર્ડ, હયાત ડીવાઈડરના ગેપ બંધ કરવા, નવા સર્કાલોનું આયોજન, નવા ટ્રાફિક સિગ્નલ જેવી અગત્યની કામગીરી કરવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.