Abtak Media Google News

દેશમાં માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમ કડક બનાવવાના કેન્દ્ર સરકારની કવાયતના ભાગરૂપે રાજ્યસભામાં ટ્રાફિક નિયમોના  ફેરફારના ખરડાને બહાલી આપી માર્ગ સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા ડ્રાઈવીંગ લાયસન્સની ફાળવણી અને ટ્રાફિક નિયમ ભંગ કરનારને આકરો દંડ કરવાની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

સંસદના ગૃહમાં મોટર વાહન ધારા ૨૦૧૯ને સરકારે ૧૦૮ મત સાથે ૧૩ મતના વિરોધ સાથે પાસ કર્યો છે. જેમાં ૩ અલગ અલગ ધારાઓ માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતીન ગડકરી દ્વારા લાવવામાં આવ્યા છે. આ ખરડો જુલાઈ ૨૦૧૩ના દિવસે લોકસભામાં પાસ થઈ ગયો હતો. પરંતુ ફરીથી તેને કેટલાક સુધારાઓ સાથે સદનમાં મોકલવામાં આવ્યો હતો. ગૃહમાં ચર્ચા દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ બીલની જોગવાઈ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્યના કોઈપણ અધિકારો અને સત્તા પર અતિક્રમણ કરવા નથી માંગતી. રાજ્ય સરકારની વાહન પરની લેણી રજિસ્ટ્રેશન ચાર્જ પરમીટી અને અધિકારીઓની નિમણૂંક જેવી બાબતોમાં કેન્દ્ર સરકારની કોઈ દખલ નહીં હોય અને રાજ્ય સરકારની આવકની એક પણ પાઈ કેન્દ્ર છીનવશે નહીં. પરંતુ આ બીલી રાજ્ય સરકારને ડ્રાઈવીંગ તાલીમ સંસઓની સપનાના અધિકારો યાવત રાખવામાં આવ્યા છે.

નવા કાયદામાં ટ્રાફિક સંબંધી ગુનાઓમાં આકરી સજા અને ભારેખમ દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ અકસ્માતમાં મૃત્યુના મામલામાં પાંચ લાખની ગંભીર પ્રકારની કાયમી ઈજાના મામલામાં અઢી  લાખ રૂપિયા સુધીના મહત્તમ દંડની જોગવાઈ રાખવામાં આવી છે. જે લોકો આ કાયદો ટ્રાફિક નિયમ ભંગ કરશે તેની સામે આકરો દંડ વસુલ કરવામાં આવશે. ભારતમાં ૨૦ થી ૨૫ લાખ તાલીમબદ્ધ ડ્રાઈવરોની અછત પ્રવર્તતી રહી છે. આ ઘટ પૂરી પાડવા માટે સરકાર સમગ્ર દેશમાં તાલીમ સંસને ઉભી કરવા જઈ રહી છે.  જ્યારે હાલના ડ્રાઈવરોને પણ તાલીમ આપવા તૈયારી કરી રહી છે.  દેશના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવા મેટ્રો પોલીટન જેવા શહેરોના ક્રાઈટ એરીયા દૂર કરીને શહેરી વિસ્તાર અને વિકસીત આદિવાસી વિસ્તાર ગરીબ વર્ગ માટે દેશમાં આવા એક હજાર કેન્દ્રો ઉભા કરવાનું સરકાર આયોજન કરી રહી છે.

જ્યારે આ માટે કોઈ કંપનીઓને અધિકારો નહીં અપાય. સીએસઆર અંતર્ગત ૨૦ થી ૨૫ કરોડના ખર્ચે તાલીમ કેન્દ્રો ઉભા કરવા માટે આગળ આવનારા ખાનગી ક્ષેત્રો અંગે સરકાર વિચારી રહી છે. દેશભરમાં ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપર્ણે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે. હવે દરેકને નિયમ મુજબ જ લાયસન્સ મેળવવા પડશે પછી તે સાંસદ કે મંત્રી કેમ ની તેને પણ લાયસન્સ મેળવવા પરીક્ષા આપવી જ પડશે. નીતિન ગડકરીએ લંડન પરિવહન મોડેલને હિમાયત કરતા જણાવ્યું હતું કે, સરકાર ટ્રાફિક વ્યવસ સુંદર કરવા માટે વિદેશી ભંડોળ પણ લાવવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારના આવા વાહનોના રજિસ્ટ્રેશન સહિતની રાજ્ય સરકારની આવકનો એકપણ રૂપિયો લેવા માંગતી નથી.

ઈલેકટ્રીક બસો માટે નવી નીતિ બનાવી રહ્યાં છે. જ્યારે ૨૬૫ બેઠકોની ક્ષમતાવાળી સ્કાય બસનું ઢોલા કુવાી માનસર સુધીનો રૂટ શરૂ થશે. આ મુસદામાં માલ પરિવહન અને મુસાફરોની અવર-જવરની વ્યવસ આવરી લેવામાં આવી છે. એક વખત આ મુદ્દો કાયદાનું રૂપ લીધા બાદ નવા વાહનોનું રજિસ્ટ્રેશન ડીલર સ્તરે શે. નવા કાયદા મુજબ ઈમરજન્સી વાહનોને રસ્તો ન આપનાર ગુનામાં ૧૦ હજાર અને લાયસન્સના નિયમ ભંગના કિસ્સામાં ૧ લાખ રૂપિયાની દંડ સુધીની જોગવાઈ છે. આ મુસદાને ૧૮ રાજ્યોમાં લાગુ કરવાની તૈયારી છે.

ઓવર સ્પીડીંગ માટે ૧ હજારથી ૨ હજારનો દંડ, વિમા વગર ડ્રાઈવીંગ માટે ૨ હજારનો દંડ, હેલ્મેટ વગર ૧ હજારનો દંડ અને ૩ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. સગીરો દ્વારા વાહન ચલાવવાના કેસમાં વાલીઓ અને વાહન માલીકોને જવાબદાર ગણવામાં આવશે અને વાહનોનું રજિસ્ટ્રેશન જ રદ્દ કરી દેવામાં આવશે સો ૨૫ હજારનો દંડ અને ૩ વર્ષની જેલની સજા થશે. નવા નિયમ મુજબ ટ્રાફિક નિયમ તોડનારને હવે ૧૦૦ના બદલે ૫૦૦ અને ૫૦૦ના બદલે ૨૦૦૦નો દંડ થશે. લાયસન્સ વગરના વાહનમાં ગેરકાયદે ઉપયોગ માટે ૫ હજારનો દંડ અને લાયસન્સ વગર વાહન ચલાવનારને ૧૦ હજારનો દંડ જ્યારે ભયજનક ડ્રાઈવીંગ માટે દંડની રકમ ૫ માંથી ૧૦ હજાર કરવામાં આવી અને દારૂ પીને વાહન ચલાવનારને ૧૦ હજારનો દંડ થશે. લાયસન્સની શરતભંગ માટે મહત્તમ ૧ લાખ રૂપિયા અને વાહન લોડીંગ માટે ૨૦ હજારનો દંડ  વસુલ કરવામાં આવશે. જ્યારે આ નિયમનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.