Abtak Media Google News

રીક્ષાચાલકો પાસેથી ડોક્યુમેન્ટના નામે થતી કનડગત: રજૂઆત

રાજનગર ચોક-લોર્ડસ ભીમરાવ ચોકમાં રીક્ષા સ્ટેન્ડે ટ્રાફિક શાખાના લોકરક્ષક કોન્સ્ટેબલો દ્વારા રીક્ષા ચાલકો સાથે અવાર નવાર કનડગત થતી હોવાનું સામે આવે છે. ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલો દ્વારા કરવામાં આવતી કનડગતથી કંટાળીને જયભીમ ઓટો રીક્ષા સંઘના સદસ્યોએ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું. આ ઉપરાંત તેમણે ‘અબતક’ સમક્ષ પણ પોતાની વ્યથા ઠાલવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ દ્વારા રીક્ષા ચાલકો સાથે ધમકીના સુરમાં રોજીંદી કનડગત કરવામાં આવે છે. ધંધામાં અડચણ ઉભી કરાય છે. આ સ્થળે રીક્ષા માટેનું કાયમી સ્ટેન્ડ છે. જેના ડોક્યુમેન્ટ ટ્રાફિક શાખામાં હાજર હોવા છતાં રીક્ષા ચાલકો પાસે ડોક્યુમેન્ટની મૌખીક માંગણી કરી પરેશાન કરવામાં આવતા હોય છે. જેથી રીક્ષા ચાલકોને કાયમી સ્ટેન્ડની એક-એક નકલ આપવા માટેની માંગ ટ્રાફિક બ્રાંચ પાસે પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.