Abtak Media Google News

નો ફાઇન ડે: શહેરમાં ટ્રાફિક અવરનેશ માટે પોલીસ દ્વારા અવાર નવાર વિવિધ પ્રકારની ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી મોટી રકમનો દંડ વસુલ કરવામાં આવે છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા ‘નો ફાઇન ડે’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકને અટકાવી તેને કંઇ રીતે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો છે તે અંગે સમજ આપી તેની પાસેથી દંડ વસુલ કરવાના બદલે ગુલાબનું ફુલ આપવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીને બોલપેન આપી ટ્રાફિક અવનેશ અંગે સમજ આપી હતી. જિલ્લા પંચાયત ચોક ખાતે ‘નો ફાઇન ડે’ની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને ટ્રાફિક બ્રાન્સના એસીપી ભરતસિંહ ચાવડા સહિતના સ્ટાફે બાઇક ચાલકને હેલ્મેટના મુદે અને કાર ચાલકને સીટ બેલ્ટ અંગે સમજ આપી દંડ વસુલ કર્યા વિના ગુલાબ આપતા વાહન ચાલકો પણ વિચારમાં પડી ગયા હતા.

Traffic-Departments-Gandhigiri-Vandal-Violated-The-Violator-Of-The-Rule
traffic-departments-gandhigiri-vandal-violated-the-violator-of-the-rule
Traffic-Departments-Gandhigiri-Vandal-Violated-The-Violator-Of-The-Rule
traffic-departments-gandhigiri-vandal-violated-the-violator-of-the-rule

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.