Abtak Media Google News

ઝડપી કામગીરીમાં વેપારીઓ દંડાય છે: ગ્રેટર રાજકોટ ચેમ્બરની નાણામંત્રીને રજુઆત

વેટ ઓડિટના ૨૦૧૫-૧૬ના કેસોની એક તરફી આકારણી સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ ઉઠયો છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજયના નાણામંત્રી તથા વેટ કમિશ્નરને રજુઆત કરી અધિકારીઓની ઝડપી એક તરફી કાર્યવાહીમાં વેપારીઓ દંડાય છે. તેમ જણાવી  યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.

સને ૨૦૧૫-૧૬ ના વર્ષના વેટ કાયદા અન્વયેના રાજકોટ વિભાગમાં આકારણીના પડતર રહેલ અંદાજો ૧ર હજાર કેસો તેમજ સમગ્ર ગુજરાતમાં અંદાજે રપ હજાર  કેસોની આકારણી કાયદાની મર્યાદામાં રહેલી ત્રણ વર્ષની સમય મર્યાદાને કારણે ૩૦ માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાની હોય વેટ વિભાગ દ્વારા આવા આકારણીના કેસો એકતરફી આદેશ આપી પૂર્ણ જાહેર કરવા તરફના પગલાની શરુઆત કરાઇ છે. જે વેપારીને અન્યાયકર્તા છે.

અગાઉના સેલ્સટેક્ષ કાયદામાં રહેલ જોગવાઇ અનુસાર આ ત્રણ વર્ષની સમયમર્યાદા બન્ને પક્ષે વધારવા સહમતી હોય તો અધિકારીઓ દ્વારા આવી સમય મર્યાદા વધારી અને કેસોની અંતિમ આકારણી કરવામાં આવતી હતી. વેટ કાયદા અન્વયે મુળભુત રીતે અધિકારીઓને આવી સમયમયાદા વધારવાના અધિકાર આપવામાં આવેલ ન હોવાથી અધિકારી પોતાની જવાબદારી પૂર્ણ કરવા એકતરફી આકારણી કરી પડતર કેસ પૂર્ણ જાહેર કરે છે. જેથી વેપારીએ એકતરફી હુકમની સામે અપીલરુપે આગળની કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે.

આવા આકારણીના કેસો ૩૦ માર્ચ ૨૦૨૦ સુધીના સમયગાળામાં પણ પૂર્ણ થયેલા નથી. કારણ કે ૧લી જુલાઇ ૨૦૧૭ થી આપણા દેશમાં જી.એસ.ટી. કાયદાનો તાત્કાલીક અમલ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા અંગે વેપારીઓને કે વેરા સલાહકાર તેમજ નિમ્નસ્તરના અધિકારીઓને નવી સમજ લેવાની હોય શરુઆતના તબકકે વેપારી કરવેરા સલાહકાર અને સરકારી તંત્ર આ જીએસટી કાયદાના અમલીકરણ પાછળ કાર્યરત રહ્યા જેથી વેટ કાયદા અન્વયેના  આકારણી કાર્ય થઇ શકે નહીં. અને આવા આકારણીના કેસો પડતર રહ્યા હતા. હવે જયારે કાયદાકીય સમયમર્યાદા ૩૦ માર્ચ ૨૦૨૦ ના પૂર્ણ થતી હોવાને કારણે વેપારી કે વેરા સલાહકારને પોતાના કેસ અંગેની વિગતો રજુ કરી આકારણી કરાવવાનું પૂર્ણ સમય મળી શકતો ન હોય પરંતુ સરકારી તંત્રને પોતાની જવાબદારી સમય મર્યાદામાં પૂર્ણ કરવા એકતરફી આદેશ કરી પૂર્ણ કરેલી જાહેર કરવામાં આવશે.

5 Bannafa For Site 1 1

આમ થવાથી વેપારીના હિતને નુકશાન થતા વેપારીએ આગળની કાર્યવાહી અપીલરુપે કરવા ફરજ પડે છે. અને આવી અપીલ કરવા વેપારીને ઘણો મોટો ખર્ચ આવતો હોય છે. તેમજ એકતરફી આકારણીના આધારે કરવામાં આવેલ આકારણી દરમ્યાન દર્શાવેલ માંગણીની રકમના ર૦ ટકા અપીલ તબકકે ડીપોઝીટ કરવાના થતા હોય છે. જેથી વેપારીઓ વગર વાંકે નાણા રોકવાના તથા વકીલાત ફી તથા અન્ય ખર્ચા ભોગવવા પડે તે અન્યાયકર્તા છે.

આ તબકકે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆતમાં સુચનો કરવામાં આવ્યા છે કે એકસ પાર્ટી આધારે કવરામાં આવેલ એકતરફી હુકમ અંગે સામુહિત રીતે આપોઆપ દરજજે આવા કેસોને અપીલ ગણીને ફરી રીમાઇન્ડ કરી અપીલ આદેશ પસાર કરી નીચેના તબકકે આકારણી કરવા નિર્ણય લેવાય જેથી સમયમર્યાદામાં કેસ પૂર્ણ થયેલ ગણાય પરંતુ આ કેસ ફેર વિચારણા માટે જેતે તબકકે ફરી વિચારણા અર્થે રજુ થાય તેથી અધિકારીને પોતાની ફરજમાં જવાબદારી ઉ૫સ્થિત ન થાય અને વેપારને અપીલ અંગેના અન્ય ખર્ચમાંથી બચાવી શકાય.

નાણામંત્રાલય કે સરકાર દ્વારા વેટ કાયદામાં આવી જોગવાઇ ન હોવાથી ખાસ કેસ ગણી આવા કેસોની આકારણીની સમયમર્યાદા વધારી આપવા યોગ્ય સ્તરે અધિકારીઓને અધિકાર પ્રદાન કરવા જોઇએ. જેથી અધિકારી સ્તરે વેપારીઓને પુરતી તક આપી આવા કેસનો નિકાલ થઇ શકે તેમ સુચવવામાં આવ્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા જે તે તબકકે વહીવટી અધિકારીઓ તથા સરકારના મંત્રીઓ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. અને જરુર જણાયે સરકાર સમક્ષ રૂબરૂ રજુઆત કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ સમગ્ર વેપારીઓના પ્રતિનિધિ તથા વેરા સલાહકારના પ્રતિનિધિઓનું બનેલ પ્રતિનિધિ મઁડળ રુબરુ મુલાકાત લેનાર છે તેમ ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.