Abtak Media Google News

વેપારીઓને સાથે રાખી કોંગ્રેસે મ્યુનિ.કમિશનરને આવેદન આપ્યું

શહેરના સોની બજાર વિસ્તારમાં વોર્ડ નં.૭માં કોઠારીયા નાકા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ હેતુ માટેના પ્લોટ પર હાલ સુલભ શૌચાલય બનાવવાની વિચારણા શ‚કરવામાંઆવીછે. જેના વિરોધમાં આજે સ્થાનિક વેપારીઓને સાથે રાખી કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઠારીયા નાકા ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં ભુતકાળમાં ચબુતરાની વ્યવસ્થા હતી. તેમજ ભૂતકાળમાં આ સ્થળે ચબુતરાની વ્યવસ્થા હતી. શહેરના નાક તરીકે વિસ્તાર ઓળખાતો હતો ત્યારે આ જગ્યા પર વર્ષોથી ગરબી થાય છે, આ સ્થળે ગણપતિ ઉત્સવ યોજાય છે, અને આ સ્થળે દુર્ગા પૂજા, મહાકાળી પૂજા, હોળી, જન્માષ્ટમી તેમજ મહોરમ (તાજિયા) જેવા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો રાજકોટ શહેરની મધ્યમાં વર્ષોથી ઉજવાઈ રહ્યાં છે. આ વિસ્તાર રાજકોટના ઘરેણાં સમાન સોની બજાર આવેલ છે અને આ ચોક શહેરની મધ્યમાં હૃદય સમાન ગણી શકાય છે. ત્યારે આ સ્થળે શુલભ શૌચાલય બનાવી મહાનગરપાલિકા શું કરવા માંગે છે ? મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે પાયા છાપવાનું કામ કોન્ટ્રાકટ દ્વારા શ‚કરવામાંઆવેલછે. ત્યારે આ વિસ્તારની વિવિધ સંસ્થાઓ, ધર્મપ્રેમી જનતા દ્વારા આનો વિરોધ નોંધાવીએ છીએ અને સત્વરે આ કાર્ય મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવે અને અન્ય યોગ્ય સ્થળે કરવામાં આવે તેમજ આ પહેલા આદર્શન શાળા અને ગોલ્ડન માર્કેટ પાસે યુરીનલની વ્યવસ્થા વર્ષોથી હતી હાલ એક પોલીટીકલ માણસે આદર્શ શાળા ખરીદતા આ યુરીનલનું સ્થળાંતર તંત્રની મીલીભગતથી કરવામાં આવ્યું છે. તેમજ તેનો વિરોધ પણ અલગ અલગ માર્કેટ એસો. અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેવી કે રાજકોટ ગોલ્ડ ડીલર એસો., રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો. તેમજ કોઠારીયાનાકા મામાસાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, ગરબી મંડળ, શ્રી મહાકાળી પૂજા ગૃહ-રાજકોટ, રાજકોટ બેંગાલ યંગસ્ટાર ગ્રુપ, શ્રી મહારાષ્ટ્ર યુવક મંડળ-રાજકોટ, તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાંધકામનો વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.