પૂજન માટે ચોપડાની ખરીદી કરતા વેપારીઓ…

વિક્રમ સંવતના વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી પર્વ. આ દિવસે તમામ વેપારીઓ સારૂ મૂર્હૂત જોઈને હિસાબના ચોપડાનું પૂજન કરે છે. ભૂતકાળમાં તમામ હિસાબ લાલ ચોપડામાં લખવામાં આવતા હતા તેથી દિવાળીના રાત્રે વેપારીઓ લાલ ચોપડાનું પૂજન કરતા હતા. એકવીસમી સદીમાં લાલ ચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે. તેથી ઘણા વેપારીઓ લેપટોપનું પૂજન પણ કરતા હોય છે. પરંતુ ડિજીટલ ક્રાંતિના યુગમાં લાલ ચોપડાનું સ્થાન હજુ યથાવત છે. દીવાળી પર્વ નિમિતે વેપારીઓ ચોપડાની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. સાથે સાથે દ્વિતિય તોરણ અને તારીખના ડટ્ટાની ખરીદીમાં પણ ભીડ જોવા મળી હતી.

Loading...