વેપારની ખાદ્ય ટ્રમ્પને ‘ડરાવી’ રહી છે!

73

‘ટ્રમ્પકાર્ડ’ ‘ઠગારૂ ’ શા માટે?

ભારત મુલાકાત સમયે ર્આકિ સંબંધોમાં અમેરિકાની પીછેહટ મુદ્દે ર્અશાીઓના ભવા ચઢયા: ડોલરની મજબૂતી, ટ્રેડ ડિફીસીટ, ક્રુડના રાજકારણ સહિતના મુદ્દે જમાદારી કરતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની બેકફૂટ પાછળ અનેક કારણો જવાબદાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત ભારતના સોશ્યલ ઈકો પોલીટીકસ માટે અગત્યની બનવા જઈ રહી છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત પહેલા ભારત સો મોટી ટ્રેડ ડીલની આશાઓ પર પાણીઢોળ કરતા અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે.  હાલ ભારત માટે પાકિસ્તાન સોનો ઝઘડો નહીં પરંતુ ર્અતંત્રની તંદુરસ્તીનો મુદ્દો વધુ અગત્યનો છે માટે ટ્રમ્પની મુલાકાત ઈકોનોમીક માટે ટ્રમ્પ કાર્ડ સાબીત થશે તેવી અપેક્ષા હતી. ૨૦૧૮માં ભારતને ટેરીફ કિંગ કહ્યાં બાદ હવે ભારતને અમેરિકા મસમોટા બજાર તરીકે જોઈ રહ્યું છે. ક્રુડ અને ડોલરના દબાણી વિકસીત દેશોને દબાવવામાં માહેર જગત જમાદારના ભારત તરફના પ્રેમ અંગે પ્રશ્ર્નો ઉઠ્યા છે. આ પ્રશ્ર્નોના જવાબ અમેરિકાની આવનારી ચૂંટણીમાં મળી જશે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે.

ભારતનું ર્અતંત્ર સુસ્તીમાંથી પસાર ઈ રહ્યું છે. આવા સંજોગોમાં અમેરિકાના પ્રમુખ તરફી મસમોટી ટ્રેડ ડીલનો હાલ લંબાવાશે તેવી આશા ભારતને હતી. અમેરિકા સોની ટ્રેડ ડીલ ભારતીય ર્અતંત્રમાં નવા પ્રાણ ફૂંકશે તેવી અપેક્ષાઓ હતી. પરંતુ ટ્રમ્પ બેકફૂટ પર જતા રહ્યાં છે. ભારત સાથે ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ ક્ષેત્રે કેટલાક મતભેદો હોવાના કારણે અમેરિકાની આ ટૂર ભારત માટે કેટલી ફાયદાકારક નિવડશે તે હવે જોવાનું રહ્યું. ટ્રમ્પ એક તરફ મોદીને મિત્ર ગણાવે છે, બીજી તરફ ભારત સો વર્તમાન સમયે કોઈ ટ્રેડ ડીલ નહીં થાય તેવા સંકેતો આપે છે. ત્યારે ટ્રમ્પ એશિયામાં કઈ રીતનું સંતુલન જાળવવા ઈચ્છે છે તેવા પ્રશ્ર્નો ઉઠયા છે. ભારતની જેમ અમેરિકાને પણ વર્તમાન સમયે ટ્રેડ ડિફીસીટનો પ્રશ્ર્ન સતાવી રહ્યો છે જે નિવારવા ટ્રમ્પ ઉંધામો યા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે.

ભારત અત્યાર સુધી અમેરિકાના જનરલાઈઝ સીસ્ટમ ઓફ પ્રેફરર્ન્સ એટલે કે, જીએસપીનું લાર્ભાી રહ્યું છે. આ યોજના હેઠળ ૫.૬ બીલીયન ડોલરના ઉત્પાદનો ભારત-અમેરિકામાં કરવેરા વગર મોકલી શકે છે. અમેરિકાની બજારમાં ભારતીય એકમોને તક મળી રહે છે. જો કે, થોડા સમય માટે સ્થિતિ  વણસી હોવાના કારણે અમેરિકાએ ભારતના ઉત્પાદનો ઉપર ટેરીફ ઝીંકી દીધું હતું. દરમિયાન ભારત પણ ચૂપ બેઠુ ન હતું અને અમેરિકાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશમાં ઢસડી ગયું હતું. અલબત હવે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારીક સંબંધ ગાઢ બને તેવી ધારણા છે ત્યારે ભારતના ડેરી ઉદ્યોગ ક્ષેત્રમાં અમેરિકાની કંપનીઓ અને ઉત્પાદનો ઘુસાડવાની પેરવી થઈ રહી છે. ભારત આ મુદ્દે અનેક વખત નનૈયો ભણી ચૂકયું છે પરંતુ અમેરિકાનું દબાણ ક્યાં સુધી ભારત સહન કરી શકશે તે પણ મોટો પ્રશ્ર્ન છે. ભારત ઉપર દબાણ લાવવા સર્વિસ સેકટરને કાબુમાં લેવા અમેરિકા પેરવી કરી શકે તેમ છે. આ સો કરન્સીનું અવમુલ્યન કરવાની ક્ષમતા પણ અમેરિકામાં છે. ભારત પાસે હાલ ૪૫૩ બીલીયન ડોલર જેટલું રિઝર્વ પડ્યું છે. જે આંતરરાષ્ટ્રીય કારોબાર માટે મહત્વનું સાબીત થાય છે.

  • ભારતની નીતિ અમેરિકાને પોતાની વેપાર ખાદ્ય વધવાનો ડર

ગુડ્સ અને સર્વિસમાં ભારત અમેરિકાનું ટોચનું ભાગીદાર રહ્યું છે. પરંતુ ભારતીય સર્વિસ સેકટરમાં છેલ્લા દાયકામાં આવેલા વિકાસના કારણે ગુડ્સની સરખામણીએ સર્વિસમાં અમેરિકાને ખાદ્ય શે તેવો ડર ટ્રમ્પને સતાવી રહ્યો છે. ભારતીય કંપનીઓ અમેરિકામાં સર્વિસ આપીને કરોડો ડોલર રળે છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા અમેરિકાના ફાર્મ અને ડેરીને લગતી પ્રોડકટ ઉપર લગામ મુકાઈ છે. ભારતે કાજુ, બદામ અને કઠોળ જેવા કેટલાક ઉત્પાદનો ઉપર ડયૂટી વધારી છે. તાજેતરમાં જ કાજુ ઉપર ૩૦ ટકાી ડયૂટી વધારીને ૧૨૦ ટકા કરવામાં આવી હતી. ભારત પોતાના ડેરી ઉદ્યોગને બચાવવા માંગે છે. પરિણામે અમેરિકાની મલ્ટીનેશનલ ડેરી કંપનીઓને પ્રવેશવા દેવા સામે રોક લગાવી છે. જેથી અમેરિકા પોતાની ખાદ્ય ટાળવા માટે ભારત ૫ થી ૬ બીલીયન ડોલર એટલે કે, અંદાજે ૪૨,૦૦૦ કરોડનો વધુ માલ ખરીદે તેવું ઈચ્છે છે. અમેરિકાી ભારતમાં સામાન ઘુસાડવા માંગે છે. ઉપરાંત ભારતીય સર્વિસ સેકટર ઉપર લગામ લગાવવા વિઝા પોલીસીમાં ફેરફાર કરે છે. માત્ર ભારત જ નહીં પરંતુ ચીન, મેક્સિકો, બ્રાઝીલ, વિયેટનામ જેવા દેશોી આયાત નિકાસમાં અસંતુલન ન થાય તેવી તકેદારી પણ અમેરિકા રાખી રહ્યું છે.

  • ટેરીફ મુદ્દે ભારતનું ‘જેવા સો તેવા’નું વલણ

ડોલર નબળો પડતા અમેરિકાએ ચીન સાથે ટ્રેડ વોર છેડયું હતું જેની અસર ભારત પર પણ ઈ હતી. અમેરિકાએ ભારત પર ટ્રેડ ટેરીફ મુદ્દે કેટલાક આક્ષેપો કર્યો હતા. ભારત તરફી અમેરિકાના સામાન ઉપર મસમોટું ટેરીફ લગાવવામાં આવે છે અને ભારત ઈકોનોમી પાર્ટનરશીપનો ફાયદો ઉઠાવે છે તેવો આરોપ મુકાયો હતો. બીજી તરફ ભારતે ફ્રી ટ્રેડ ઉપર વધુ જોર આપ્યું હતું. આવા સંજોગોમાં અમેરિકા દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવતા ભારતે પણ અમેરિકાી આવતા સામાન ઉપર ટેરીફ વધાર્યું હતું. અમેરિકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમીનીયમ એકસ્પોર્ટ ઉપર અનુક્રમે ૨૫ અને ૧૦ ટકા ટેરીફ ઝીંકી દીધું હતું. બીજી તરફ ભારતે ચણા, મસુરદાળ જેવા ઉત્પાદનો ઉપર અનુક્રમે ૧૨૦ ટકા અને ૭૦ ટકા જેટલું તોતીંગ ટેરીફ ઝીંક્યું હતું. અમેરિકાની મોટર સાયકલ ઉપર વધુ ટેરીફ હોવાની વાત ટ્રમ્પ જગજાહેર કહી ચૂકયા હતા. ભારતે પણ અમેરિકાની વસ્તુઓ પર ટેરીફ ઝીંકવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં બજેટ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમને મેડિકલ ડિવાઈસ, રમકડા, ફર્નીચર અને ફૂટવેર જેવી વસ્તુઓ ઉપર ઉંચા ટેરીફ ઝીંક્યા હતા.

  • ડોલરને મજબૂત રાખવા અમેરિકાના પેંતરા

વૈશ્ર્વિક ઈકોનોમી માટે ડોલર કરોડરજ્જુ સમાન છે. સામાન્ય રીતે મોટા કારોબારમાં ચલણ તરીકે ડોલરનો ઉપયોગ થાય છે. અન્ય દેશોના ચલણ સામે ડોલર સતત મજબૂત રહે તેવા પ્રયાસો અમેરિકા દ્વારા વારંવાર તાં હોય છે. અન્ય દેશોના ચલણનું અવમુલ્યન થાય અને ડોલર મજબૂત થાય તો તેનો સીધો ફાયદો અમેરિકાની આવક ઉપર થાય છે. ક્રુડ અને સોનાના માધ્યમી ડોલરને સંતુલીત રાખવા માટે અમેરિકાએ ભૂતકાળમાં અનેક પ્રયાસો કર્યા હતા. તાજેતરમાં ચીન સાથે  ટ્રેડ વોર પાછળનું કારણ નબળો પડી રહેલો ડોલર જ હતો. અન્ય દેશો સો આયાત-નિકાસના સંબંધોમાં ડોલરના માધ્યમી પેમેન્ટ કરવા મજબૂર કરી પોતાની આવક વધે તેવા પેંતરા અમેરિકા કરતું હોય છે. આવા સંજોગોમાં ભારત, ચીન અને બ્રાઝીલ જેવા વિકસતા ર્અતંત્રમાં આર્થિક સંબંધો દરમિયાન બે ચલણ વચ્ચે અવમુલ્યનો હકંડો કરી અમેરિકા

શોષણ કરતું હોય તેવું ફલીત થાય છે. જેમ જેમ ડોલર મજબૂત થાય તેમ તેમ અન્ય દેશોના હુંડીયામણ પર માઠી અસર તી જોવા મળે છે. વૈશ્ર્વિક ર્અતંત્રને પોતાની અનુકુળતા મુજબ ચલાવવા માટે અમેરિકા અવાર-નવાર ડોલરની મજબૂતીનો ઉપયોગ કરતું રહ્યું છે. આર્થિક રીતે શાંતિપ્રીય દેશોને દબાવવા માટે ડોલરની મજબૂતી અમેરિકાનું મારક હયિાર સાબીત થાય છે.

Loading...