Abtak Media Google News

સવાર-સાંજ ત્રણ ત્રણ કલાક અલગ અલગ વિસ્તારોમાં વેરો સ્વીકારશે

ઓનલાઈન પણ ભરી શકાશે: નવી સુવિધાનો પ્રારંભ

જામનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના શરૃ કરવામાં આવી છે. જેમાં લોકો ઘર નજીક જ પોતાની વેરા રકમ ભરપાઈ કરી શકે તે હેતુથી ટેક્સ કલેક્શન મોબાઈલ વેન શરૃ કરવામાં આવી છે. આ મોબાઈલ વેન દરેક વોર્ડમાં સવારે ૧૦-૩૦ થી સાંજે પ-૩૦ સુધી જે તે વિસ્તારમાં ઊભી રહેશે અને લોકો ત્યાં જઈને પોતાના વેરાની રકમ ભરપાઈ કરી શકશે. આ સેવાનો લાભ લેવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે. જેમાં તા. ર૮-પ-ર૦ર૦ ના સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી પટેલ કોલોની, ક્રોસ રોડ પાસે અને બપોરે ર-૩૦ થી સાંજે પ-૩૦ સુધી પટેલ કોલોની શેરી નંબર ૯, પાવન ડેરી પાસે, તેવી જ રીતે તા. ૧૯ ના સવારે પટેલ કોલોની ૯, યાદવ પાન પાસે અને સાંજે રામેશ્વર ચોક તા. ૩૦ ના સવારે શરૃ સેક્શન રોડ, આશાપુરા હોટલ પાસે અને સાંજે ખોડિયાર કોલોની ક્રિષ્ટલ મોલ પાસે, તા. ૧-૬-ર૦ર૦ ના સવારે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, સાંજે સત્યમ્ કોલોની આહિરસમાજ પાસે, તા. ર ના સવારે ગુરુદત્તાત્રેય મંદિર, વિરલ બાગ પાસે અને સાંજે પંચવટી પોસ્ટ ઓફિસ પાસે, તા. ૩ ના દરબારગઢ સર્કલ અને સાંજે દિપક ટોકીઝ પાસે, તા. ૪ ના સવારે ત્રણ દરવાજા પાસે, સાંજે અંબર સિનેમા પાસે, તા. પ ના સવારે વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ પાસે અને સાંજે વાલકેશ્વરીમાં ડો. તકવાણીના દવાખાના પાસે, તા. ૬ ના સવારે એસટી ડેપો પાસે અને સાંજે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે, તા. ૮ ના ખંભાળિયાનાકા, ખત્રીની વાડી પાસે, સાંજે પવનચક્કી ભાનુશાળી જ્ઞાતિની વાડી પાસે, તા. ૯ ના રણજીતસાગર, પમ્પ હાઉસ પાસે, સાંજે ગ્રીન સિટી મેઈન રોડ, તા. ૧૦ ના સવારે લાલપુર બાયપાસ ચોકડી, સાંજે સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસે, તા. ૧૧ ના સવારે દિગ્જામ સર્કલ પાસે, સાંજે ક્રિષ્ના સ્મૃતિ, ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ, તા. ૧ર ના જી.આઈ.ડી.સી. જકાત નાકા, સાંજે નવાનગર સોસાયટી, પાણાખાણ,

તા. ૧પ ના કાલાવડ નાકા બહાર, જકાત નાકા પાસે, સાંજે મહાપ્રભુજી બેઠક પાસે, તા. ૧૬ ના હાપા માર્કેટ યાર્ડ પાસે, સાંજે શાંતિવન જી.ડી. શાહ સ્કૂલ પાસે, તા. ૧૭ ના સવારે સુભાષ શાક માર્કેટ સર્કલ, સાંજે આદર્શ સ્મશાન પાસે, તા. ૧૯ ના સવારે તીનબત્તી સર્કલ, સાંજે પંચેશ્વર ટાવર પાસે, તા. ૧૯ ના સવારે પટેલ કોલોની શેરી નંબર ૬, રોડ નંબર ૪ પાસે, સાંજે ગાંધીનગર બસ સ્ટોપ પાસે, તા. ર૦ ના સવારે બેડેશ્વર પેટ્રોલ પંપ પાસે, સાંજે એમ.પી. શાહ ઉદ્યોગનગર આવાસ પાસે, તા. રર ના સવારે જોગર્સ પાર્ક, સાંજે સ્વસ્તિક સોસાયટી સાંસદ પૂનમબેન માડમના બંગલા પાસે, તા. ર૩ ના સવારે મેહુલનગર, ૮૦ ફૂટ રોડ, દેરાસર પાસે, સાંજે સત્યમ્ કોલોની, રોઝી પંપ પાસે, તા. ર૪ ના સવારે રડાર રોડ, આશાપુરા હોટલ પાસે, સાંજે નાઘેડી સબ સ્ટેશન, સૈનિક ભવન પાસે, તા. રપ ના દિ. પ્લોટ, હિંગળાજ ચોક, સાંજે શંકર ટેકરી, જી.આઈ.ડી.સી. ઓફિસ પાસે, તા. ર૬ ના સવારે શંકર ટેકરી, ઈદ મસ્જિદ પાસે, સાંજે એમઈએસ ગેઈટ, સેન્ટ્રલ જેલ પાસે, તા. ર૯ ના સવારે પટેલ પાર્ક, કાલીન્દિ સ્કૂલ પાસે, સાંજે હર્ષદમીલ ચાલી, પટેલનગર સામેના ખૂણા પાસે, તા. ૩૦ ના રણજીતસાગર રોડ, મારૃ કંસારા વાડી, સાંજે રણજીતસાગર રોડ, કીર્તિ પાન પાસે, તા. ૧-૭-ર૦ર૦ ના સવારે ખોજાનાકા, હાજીપીર ચોક, સાંજે રણજીતસાગર રોડ, ગોટી કોમ્પલેક્સ, તા. ર ના સવારે ભીમવાસ-કેશુભાઈની હોટલ પાસે, સાંજે હાલાર હાઉસ, સ્વામિનારાયણનગરમાં, તા. ૩-૭-ર૦ર૦ ના સવારે તળાવની પાળ, ગેઈટ નંબર ૧, સાંજે જોલી બંગલો, જેસીઆઈ હોસ્પિટલ પાસેચ

તા. ૪ ના સવારે ચાંદીબજાર, સાંજે હવાઈ ચોક, તા. ૬ ના સવારે બેડી ગેઈટ, સ્વામિનારાયણ મંદિર, સાંજે પંચેશ્વર ટાવર ચોક, તા. ૭ ના સવારે ગુરુદ્વારા સર્કલ, સાંજે જી.જી. હોસ્પિટલ, પોલીસ ચોકી, તા. ૮ ના સવારે પટેલ કોલોની ૬ ના છેડે, સાંજે વિકાસગૃહ રોડ, સરદાર પટેલ ભવન પાસે, તા. ૯ ના સવારે હિંમતનગર શેરી નંબર ર પાસે, સાંજે ન્યુ ડેન્ટલ કોલેજ પાસે, તા. ૧૦ ના સવારે વોરાના હજીરા પાસે, સાંજે નવાગામ-ઘેડ, માતૃ આશિષ સોસાયટી પાસે, આ ઉપરાંત કરદાતાઓ માટે ઓન કોલ કલેક્શનની સેવા પણ આપવામાં આવશે. આ માટે કરદાતાઓએ વૈભવ મહેતા ૯૪ર૭ર ૪૬ર૧૦ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.