Abtak Media Google News

ગૌચર, ગૌ આધારીત કૃષિ, ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની માહીતી અપાશે: બંને રાજયના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.

સમગ્ર ભારતની પાંજરાપોળ, ગૌશાળા, પદાધિકારીઓ, જીવદયા કાર્યકરોનું ગુજરાત અને રાજસ્થાન ખાતે તા. ૧૮ થી ર૦ દરમિયાન ત્રિદિવસીય પ્રવાસી મેગા સંમેલનનું આયોજન સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઇ શાહના માર્ગદર્શનમાં કરાયું છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા ગૌ આધારીત સાંસ્કૃતિક પુન: સ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ આરોગ્ય સહીતના અનેકો મુદા ઉપરા વિસ્તૃતચર્ચા  કરાશે. ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની સંપૂણ માહીતી આપવામાં આવશે.

કાર્યક્રમની વિગતોમાં તા. ૧૮ આહોર, ઝાલોર, રામસીન, સાયલા, ભીનમાલ, રાનીવાડા, સાંચોર, ચિતલવાનાથી એ.સી. લકઝરી બસ દ્વારા નીકળવાનો સમય સવારે ૮.૩૦ વાગ્યે સુરીપ્રેમ જીવરક્ષા કેન્દ્ર, પિંડવાડામાં નાસ્તા કરી સવારે ૯.૧૫ વાગ્યે જીવદયા સંબંધી વિસ્તૃત માહીતી આપવામાં આવશે. સવારે ૧૧ વાગ્યાથી કે.પી.સંઘવી પાવાપુરી જીવરક્ષા કેન્દ્રની વિસ્તૃત માહીતી તથા ભોજન લેવામાં આવશે.

બપોરે ૩ વાગ્યે ૩૦૦ એકરની વિશાળ જમીનમાં બમ્બા ફાર્મના વિકાસની વિસ્તૃત માહીતી આપવામાં આવશે. સાંજે ૬ વાગ્યે રાત્રીનું ભોજન લઇને જીરાવાલા તીર્થ દર્શન તથા રાત્રી રોકાણ માટે ભીલડીયાજી તીર્થ માટે રવાના થશે. તા. ૧૯ મે ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે સેવા પૂજા નાસ્તા બાદ જલારામ ગૌશાળા, ભાભર માટે રવાના થવાનું તથા ત્યાં જલારામ ગૌશાળાની વિસ્તૃત જાણકારી તથા ૧૨.૩૦ વાગ્યે ભોજન લેવામાં આવશે.

તથા અમદાવાદમાં બંસી ગીર ગૌશાળામાં વિસ્તૃત જાણકારી તથા રાત્રી રોકાણ માટે કલીકુંડ તીર્થ રાખવામાં આવશે. તા.ર૦ મે ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે સેવા પુજા નાસ્તા બાદ ગોકુલાગ્રામ (ધોેલેરા) અમદાવાદ જીલ્લાની વિસ્તૃત માહીતી તથા બપોરે ભોજન લેવામાં આવશે તથા ભારતનું એકમાત્ર ગામ ધર્મ જ કે જયાં ગૌચર આધારીત સંપૂર્ણ જીવન વ્યવસ્થા તથા ૧૪૨ એકર જમીનમાં ગૌચરની વિસ્તૃત માહીતી આપવામાં આવશે.

ત્યારબાદ કાર્યક્રમનુ પુર્ણાહુતિ થશે. આ ત્રિદિસીય કાર્યક્રમમાં રાજસ્થાનના ઝાલોરની જે ગૌશાળાઓ, પાંજરાપોળોના પ્રતિનીધી આવશે તેમને તમામને આર્થિક સહાય સમસ્ત મહાજન તરફથી આપવામાં આવશે. તમામ પાંજરાપોળ, ગૌશાળાના ટ્રસ્ટીઓએ પોતાની સંસ્થાની લેટરહેડ, સ્ટેમ્પ અને સાહિત્ય સાથે લાવવા અને જે કાંઇ પ્રશ્ર્નો હોય એ અંગેની રજુઆતના મુદા પર લેખીતમાં રજુ કરાશે.

આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ ગુજરાત રાજયના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમ રુપાલા, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજસ્થાના સરકારના મંત્રી સહીતના અગ્રણીઓ અનુકુળતા મુજબના દિવસે ખાસ ઉ૫સ્થિત રહેશે.

આ શિબીરમાં રસ ધરાવતા જીદવદયા પ્રેમીઓએ પ્રતિ વ્યકિત રૂ એક હજાર ભરી નામ નોંધાવી લેવા અપીલ કરાઇ છે. આ રકમ ત્રણ દિવસના આયોજન (રહેવા જમવા પ્રવાસ) પેટે ખર્ચ થશે. રૂએક હજાર નો ચેક વ્યકિતદીઠ સમસ્ત મહાજન ના નામનો લખવાનો રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત મહાજનના ગુજરાતના સંગઠન મંત્રી મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), રાજુભાઇ શાહ (મો. ૯૪૦૮૨ ૫૧૯૩૧), ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠકકર, ધીરુભાઇ કાનાબાર, કેતનભાઇ સંઘવી, પૃથ્વીરાજ કાવેડી, અલ્પેશભાઇ ગીરીશભાઇ શાહે જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.