Abtak Media Google News

દ્વારકાના ગોમતી ઘાટ આસપાસના વિસ્તારોમાં આશરે સાત વર્ષ પહેલા પ્રવાસન વિભાગે દરિયા કિનારે ઈન્ફ્રાસ્ટ્રકચર સાથેની પ્રવાસી સુવિધા ઉભી કરવા માટે શોપીંગ સેન્ટર ઉભુ કર્યું છે જે આજની ઘડીએ પણ બંધ હાલતમાં છે અને લાંબા સમયથી ઉપયોગ વિનાનું પડી રહેલ બાંધકામ દરીયાઈ ખારાશના મારથી ભંગાર હાલતમાં છે. આ ઉપરાંત દરિયા કિનારે ટુરીઝમ વિભાગ દ્વારા ઉભા કરાયેલા અનેક સ્ટ્રકચરો યોગ્ય ઉપયોગ વિના જ ધરાશાયી બન્યા હોવાના અને નબળા બની ગયા હોવાના અનેક પુરાવાઓ છે.

જેમાં કલાત્મક પિલરો તુટી જવાં, દ્વારકાધીશના દર્શન અને લાઈવ આરતી જોવા માટેની એલઈડી સ્ક્રીન ધરાશાયી થવી જેવા બનાવો બાદ અને હાલમાં ઉપલબ્ધ પીલરો પણ ખુબ જોખમી હોય તેની નીચેથી કે પાસેથી પસાર થવું પણ યાત્રિકો માટે જોખમ‚પ હોવાનું જણાઈ રહ્યું હોય તેમજ વિશાળકાય પાર્કિંગ અને રાવળા તળાવ પાસેના વિકાસકાર્યો પણ યેનકેન કારણે વણવપરાયેલા પડયા રહેલ હોય પ્રવાસન વિભાગે ગાંધીનગર બેઠા બેઠા યોજના બનાવવાને બદલે સ્થળ નિરીક્ષણ કરી અને સ્થાનિય નિષ્ણાંતોનો પણ અભિપ્રાય લઈ યોગ્ય આયોજનો કરી તેની અમલવારી કરવી જોઈએ અને યાત્રિકોને મહતમ ઉપયોગમાં આવી શકે તેવી રીતે જ સરકારી નાણાનો વિવિધ યોજના તળે ખર્ચ કરાવો જોઈએ તેવો નિષ્ણાંતોનો અભિગમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.