Abtak Media Google News

પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ પછી લોન કૌભાંડના નવા કિસ્સા સતત બહાર આવી રહ્યા છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (યુબીઆઇ)ની ફરિયાદ પર સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, તેના પ્રમોટર-ડિરેક્ટર ટોટેમપુદી સલાલિથ અને ટોટેમપુદી કવિતા સામે કેસ નોંધી લીધો છે. આ કૌભાંડ 1394.43 કરોડ રૂપિયાનું છે. નવા બેન્ક કૌભાંડના સંદર્ભમાં સીબીઆઇ કંપનીના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સની પૂછપરછ કરી રહી છે. સીબીઆઇની ટીમે કંપની અને તેના પ્રમોટર્સ તેમ જ ડિરેક્ટર્સ સામે એફઆઇઆર નોંધ્યા બાદ હૈદરાબાદમાં ઘણા સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ કનિશ્ક ગોલ્ડ દ્વારા 14 બેન્કોને 824 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના મામલામાં સીબીઆઇએ તેના પ્રમોટર અને ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે.

J K Phe Officials Booked By Vigilance For Corruptionકંપનીએ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સહિત 8 બેન્કો પાસેથી લોન લીધી હતી. આ લોનને 2012ની 30મી જૂને એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી. યુનિયન બેન્ક ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ બ્રાન્ચે 313 કરોડ રૂપિયાની લોન આપી છે. ટોટેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ પ્રોજેક્ટ્સ, વોટર વર્ક્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામ કરે છે. કંપની સામે ફંડ્સ ડાઇવર્ટ કરવાનો અને વધુ ખર્ચ બતાવવાનો આરોપ મુકાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.