કચ્છમાં ત્રણ અલગ – અલગ સ્થળેથી કુલ 1.10 લાખની ચોરી

81

ક્ચ્છ જિલ્લામાં તસ્કરોના ત્રણ જુદા જુદા બનાવમાં 1.10 લાખના મુદામાલની તસ્કરી થઈ હતી. રાપરમાં તસ્કરોએ ધાર્મિક સ્થાનને નિશાન બનાવી રોકડ સહિતની મતા તફડાવી હતી, તો માંડવી તાલુકાના બાંભડાઈ ગામની સીમમાં પવનચક્કીના વાયરની ચોરીનો એક મહિનો જૂનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો, તો ગાંધીધામના ભરચક એવા ભારતનગર વિસ્તારમાં ડુપ્લીકેટ ચાવી વડે તાળું ખોલી કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.

પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે રાપર તાલુકાના સુવઈ ગામમાં અંબાજી મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ધોળાદહાડે અજાણ્યા તસ્કરોએ મંદિરનું તાળું તોડી રૂ. 1500ની કિંમતનો ઘીનો પાંચ લિટરનો ડબ્બો અને દાનપેટીનું તાળું તોડી અંદાજે 4 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી. મંદિરમાં ચોરીનો બનાવ બનતાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોમાં કચવાટની લાગણી પ્રસરી છે.

માંડવી તાલુકાના બાંભડાઈ ગામની સીમમાં ચોરીનો બનાવ બન્યો હતો. ગામની સીમમાં’ સુઝલોન કંપનીના 18, 19, 20 અને 22 નંબરની પવનચક્કીમાં લગાડેલો 240 મીટર કોપર વાવર તસ્કરો ચોરી ગયા હતા. ચોરાઉ વાયરની કિંમત 96 હજાર આંકવામાં આવી છે. ચોરીના બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે

ગાંધીધામના મધ્યમવર્ગીય અને ધમધમતા ભારતનગર 9/બી વિસ્તારમાં બજરંગબલી સ્ટોર નામની કરિયાણાની દુકાનમાં રાત વચ્ચે તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી વડે તાળાં ખોલી દુકાનમાંથી ઘઉં-ચોખા, ખાંડના કટ્ટા,’ ડ્રાયફ્રૂટ, ઘીના ડબ્બા, રોકડ રકમ’ વગેરે તફડાવી ગયા હતા.’ 40થી 80 હજારની મતા ચોરાઈ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આ અંગે પોલીસને જાણ કરાઈ છે.

Loading...