Abtak Media Google News

ઉગા સૂર્યની સાખે, નદીની સાખે, સતપુ‚ષ સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો,

વર્તમાન કાળમાં પરસ્પર મૈત્રી અને પ્રેમની અભિવ્યકિત‚પે ઉજવાતા વેલેન્ટાઇન ડેના ઉપલક્ષે મિત્રો એકબીજાને પ્રેમભર્યા સંદેશાઓ અને ઉપહારોની આપ-લે કરતાં હોય છે.

ઉપરોકત કથનમાં આપણે વેલેન્ડાઇન ડેનો સર્વશ્રેષ્ઠ સંદેશો મળે છે. આ સંદેશો આપનાર છ. તીવ્ર મુમક્ષુતા ધરાવતા, શ્રીમદ રાજચંદ્રજીને સમર્પિત થઇ ચુકેલા, આત્માભિલાષી વયોવૃઘ્ધ સજજન શ્રી સોભાગભાઇ તથા આ આત્મીયતાભર્યો સંદેશો મેળવનાર છે જેનાં હૈયે સમસ્ત જીવોનું કલ્યાણ વસેલું છે તેવા શ્રીમદ રાજચંદ્રજી,પરમકૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અને સોભાગભાઇના સંબંધમાં અનેક વિશેષતાઓ જોાવ મળે છે. કયારેક આપણને આ સંબંધમાં સદૈવ શિષ્યનું કલ્યાણ ઇચ્છતાં શ્રી સદગુરુ તથા આવા પરમ કલ્યાણક ગુરુને ચરણે સમર્પિત થઇ ચુકેલા શિષ્યનો સંબંધ દેખાય છે. તો કયારેક ધનિષ્ઠ મિત્રતા ધરાવતા બે સહદયી પરમ સખાનો સંબંધ દેખાય છે. તો કયારેક બે સજજનોને  એકબીજા પ્રત્યે સ્નેહ અને આદરનો ભાવ હોય તેનજરે પડે છે.

શ્રીમદ રાજચંદ્રજી અને શ્રી સોભાગભાઇની પ્રથમ મીલનની ક્ષણો પણ ખરેખર અદભુત હતી. શ્રી સોભાગાભાઇ કલ્યાણકારી ભાવ સાથે શ્રીમદ રાજચંદ્રજીને બીજમંત્ર આપવા આવ્યા ત્યારે ટૂંકા વાર્તાલાપ દરમ્યાન આવા પ્રજ્ઞાવંત મહાપુ‚ષને જોતાં જ મનમાં પરમ શાંતિનો અનુભવ કરતાં કરતાં શ્રીમદ રાજચંદ્રજી ઘ્યાનની ઉત્કૃષ્ટ દશા એવી સમાધિમાં સરી પડે છે. આમ પ્રથમ મિલને આ બન્ને મિત્રો વચ્ચે અંતરની એકતા સ્થાપિત થઇ ચૂકી હતી.

શ્રીમદ રાજચંદ્રજીને જયારે શ્રી સોભાગભાઇ મળ્યા ત્યારે તેઓશ્રીનો મંથનકાળ ચાલતો હતો. અંગરંગ દશા કહી શકાય એવા કોઇ સાથીદારની ખોટ સાલતી હતી. આથી જ ખરા સમયે શ્રી સોભાગભાઇ જેવા હદયસખા મળતાં તેઓશ્રી લખે છે કે અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો છે. અને તેથી જ જીવાય છે. વળી આગળ લખે છે કે કંઇ ને કંઇ ભેદની વાત સમજાય છે. પણ કોઇને કહી શકાતી નથી. અમારી દેવના અથાગ તો આ વેદનામાં શાતા પૂછનાર એવા તમો અમોને કોઇ પ્રકારે શાતા પૂછો.

આવી વેદનાની કેટલીયે વાતો શ્રીમદ રાજચંદ્રજીએ શ્રી સોભાગભાઇને લખી છે. એવી જ રીતે પોતાના જીવનમાં વ્યાપ્ત આનંદની વાતો પણ લખી જણાવી છે. બોધપત્ર ૧૫૨માં આવી જ આનંદની અનુભૂતિ વ્યકત કરતાં લખે છે કે, પ્રભાતમા વહેલો ઉઠયો ત્યારથી અપૂર્વ આનંદ વત્યાં કરતો હતો. તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સમરણ થયું, એકતાન થયું, અપૂર્વ આનંદ તેવો ને તેવોજ છે.

વળી, શ્રીમદ રાજચંદ્રજીને જ્ઞાન પ્રાપ્ત થયું તેનો પ્રથમ પત્ર શ્રી સોભાગભાઇને લખ્યો હતો અને જણાવ્યું હતું કે આત્મા જ્ઞાન પામ્યો છે. એ નિ:સંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય છે.

શ્રીમદ રાજચંદ્રજીની જેમ જ શ્રી સોભાગભાઇ પણ પોતાના જીવનની બધી વાતો લખી જણાવતાં હતા. પોતાની વિશુઘ્ધ થતી ભાવદશાની વાતો સાથે સાંસારિક તકલીફો અને આર્થિક મુશ્કેલીઓ વિષે પણ લખી જણાવતાં, વળી, સાથે સાથે જ્ઞાનવાર્તાઓ પણ લખીને મોકલતા હતા. શ્રીમદ રાજચંદ્રજી આ બધી સાંસરીક સુખ દુ:ખની ઘટનાની અસર શ્રી સોભાગભાઇના પારમાર્થિક વિકાસ ઉપર ન પડે અને તેઓશ્રીની આત્મિકવિકાસની યાત્રા ઉત્તરોત્ત ઉર્ઘ્વગામી બનતી રહે તે માટે સતત બોધ આપણાં રહેતા હતા.

શ્રી સોભાગભાઇને પણ પૂરો વિશ્ર્વાસ હતો કે મારા આ કલાયાણમિત્ર દ્વારા જ મારો ઉઘ્ધાર થવાનો છે તેથી જબરદસ્ત પુ‚ષાર્થ આદર્યો, તેઓશ્રી રાત દિવસ સ્વાઘ્યાય, ચિંતન અને મનન કરતાં કરતાં શ્રીમદ રાજચંદ્રજીનાં ઉપકારોનું વેદન કરતાં રહેતાં હતાં.

આથી જ આવા આત્મપરિણામી શ્રી સોભાગભાઇને જીવનમાં અંતિમ સમયે ભેદજ્ઞાન થતાં આત્મા  અને દેહ જુદા ભાસતા હતા. તેઓશ્રી લખે છે કે, આપની કૃપાથી અનુભવગોચર બે ફાટ જુદા દેખાય છે. રાત દિવસ આ ચૈતન્ય આ દેહ જુદા આપશ્રીની કૃપાદ્રષ્ટિથી સહજ થઇ ગયું છે.

આમ શ્રીમદ રાજચંદ્રજી જેવા જ્ઞાની કલ્યાણમિત્રની પ્રપ્તિ થવાથી શ્રી સોભાગ જેવા ભવ્ય આત્માએ પોતાનું કામ સાધી લીધું અને પોતાના માનભવ સફળ બનાવી લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.