Abtak Media Google News

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય સંઘના આંગણે સંઘની ઉલ્લાસભરી વિનંતીને સ્વીકારી ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતીલાલજી મ.સાહેબના શિષ્યા અપૂર્વશ્રુત આરાધીકા પૂ. લીલમબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. દિક્ષિતાબાઈ મહાસતીજી એવમ ડો. પૂ. પન્નાબાઈ મહાસતીજી તથા પૂ. ચાંદનીબાઈ ઠાણા ૩ અત્રે સુખસાતામાં બિરાજમાન છે.સોનામાં સુગંધ ભળે તેમ સાધ્વીરત્ના પૂ. સાધનાબાઈ મ.સ. તથા પૂ. સંગીતાબાઈ મ.સ. એ પર્યુષણ પર્વના ૮ દિવસ માટે રાજગીરી ઉપાશ્રયમાં પ્રવચન આપ્યું હતુ.ચાતુર્માસના દિવસોમાં સાધ્વી રત્ના પૂ. દિક્ષિતાબાઈ મહાસતીજી તથા સાધ્વીરત્ના ડો. પૂ. પન્નાબાઈ મહાસતીજી રોજ વાંચણી ફરમાવેલ આ આરાધનામાં ઉત્સાહ-જોમ-જોશ વધારવા અને આ પર્વને વધાવવા નવતર અભિયાનો જેવા કે પ્રતિક્રમણ, જૂદી જૂદી ગેઈમ સ્પર્ધા તેમજ શિબિર સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ તેમજ માં બાપને ભૂલશો નહિ, દર્શન તપ ચરિત્રનું મહત્વ, ક્ષમાવીરનું આભુષણ ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાના ૧૪ સ્વપ્ન આલેખન અર્પણ, સત્સંગની જ્ઞાતની વૃધ્ધિ દાનનો મહિમા અપરંપાર, ખતમ કમાપણાનું મહત્વ તથા વેરના વધામણા તેમજ આલોચના જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ તા.૨૭મીએ પારણા અને સવંત્સરી બાદ સંઘ જમણ રાખવામાં આવ્યું છે. નંદવાણા બોર્ડીંગ, જાગનાથ પ્લોટ, શેરી નં. ૨,૮ ખાતે સંઘ જમણ સ્થાનક સભ્યો માટે જ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.