કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચ: જો જીતા વહી સીકંદર

258

ત્રણ મેચની શ્રેણીમાં હાલ બન્ને ટીમ ૧-૧ની બરાબરી પર: કાલે જીતનારી ટીમ શ્રેણી પર કબજો જમાવશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીનો અંતિમ અને ત્રીજો મેચ આવતીકાલે હેમીલ્ટન ખાતે રમાશે. જેમાં જીતનારી ટીમ ૨૦-૨૦ શ્રેણી પર કબજો જમાવશે. હાલ બન્ને ટીમ ૧-૧ની બરાબરી પર હોય કાલે ક્રિકેટરસીકોને એક રોમાંચક ૨૦-૨૦ મેચ માણવાનો મોકો મળશે.

પાંચ વન-ડેની શ્રેણીમાં ભારતે ૪-૧થી ઐતિહાસિક જીત હાસલ કર્યા બાદ ૨૦-૨૦ શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. પ્રથમ મેચમાં ભારતનો ૮૦ રને પરાજય થયો હતો. જો કે બીજી મેચમાં રોહિત સેનાએ શાનદાર વાપસી કરતા ન્યુઝીલેન્ડને ૭ વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય બોલરો અને બેટ્સમેનો હાલ સર્વોત્તમ ફોર્મમાંથી પસાર થઈ રહ્યાં છે. કાલે હેમીલ્ટન ખાતે શ્રેણીની ત્રીજી અને આખરી ૨૦-૨૦ મેચ રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨:૩૦ કલાકે મેચનો પ્રારંભ થશે. બીજી મેચમાં રોહિત શર્મા, શીખર ધવન અને રિષભ પંતે આક્રમક બેટીંગ કરી હતી. બીજી તરફ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પણ પોતાના ઘર આંગણે રમાતી શ્રેણીમાં જીત હાંસલ કરવા માટે ઉત્સાહમાં હોય. કાલે એક રોમાંચક મેચ માણવાનો મોકો ક્રિકેટપ્રેમીઓને મળશે.

Loading...