કાલે ગુજકેટની પરીક્ષા: રાજકોટમાં ૯૯૬૭ વિદ્યાર્થીઓ

121

પરીક્ષા કેન્દ્ર પર સી.સી.ટી.વી.થી વિદ્યાર્થીઓ પર નિગરાણી રાખવામાં આવશે: એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની પરીક્ષા આપવા છાત્રો સજ્જ

ધો. ૧૨ સાયન્સ બાદ એન્જીનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા ૨૬ એપ્રિલે લેવાશે. જેમાં રાજકોટમાં ૯૯૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પેપર ફરજ્યાત છે જ્યારે તેની સાથે લેવનારા ગણિતનું પેપર ’એ’ ગ્રૂપના વિદ્યાર્થીઓ અને જીવવિજ્ઞાનનું પેપર ’બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ આપશે.ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યુ હતું કે ૨૬ એપ્રિલે રાજકોટમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં ૪૮ બિલ્ડીંગ પરના ૫૦૧ બ્લોક પરથી ૯૯૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે ૧૦ થી ૧૨ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પેપર, બપોરે ૧ થી ૨ જીવવિજ્ઞાનનું પેપર અને બપોરે ૩ થી ૪ ગણિતનું પેપર લેવાશે. કરણસિંહજી સ્કૂલ ખાતે કંટ્રોલરૂમ હશે. જ્યારે ઝોનલ અધિકારી તરીકે વિપુલ મહેતાની નિમણૂક કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ધો. ૧૨ સાયન્સ બાદ એન્જીનિયરીંગ, ફાર્મસી, વેટરનીટી સાયન્સ અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ૨૬ મી એપ્રિલે લેવાઈ રહી છે.એન્જીનિયરીંગમાં પ્રવેશવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ગણિતનું જ્યારે વેટરનિટી સાયન્સ એન્ડ એગ્રીકલ્ચરના છાત્રોએ જીવવિજ્ઞાનનું પેપર આપવાનું રહેશે. પરંતુ ફાર્મસીમાં પ્રવેશવા માંગતા વિદ્યાર્થીઓ ગણિત અથવા જીવવિજ્ઞાન બે માંથી કોઈ પણ એક પેપર આપી શકશે. ગુજકેટની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્ર પર સી.સી.ટી.વી.થી વિદ્યાર્થીઓ પર નિગરાણી રાખવામાં આવશે.

Loading...