સિનિયર સિટીઝનો માટે આવતીકાલે વિનામૂલ્યે સંગીત સંધ્યાનો કાર્યક્રમ

દિલસુંદર કરાઓકે ગ્રુપ તથા શકિત એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજન: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

દિલ સુંરદ કરાઓકે ગ્રુપ તથા શકિત એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજીત ગીત સંગીત સંધયાનું કાલે સાંજે ૫.૩૦ કલાકે ઇવનીંગ પોસ્ટ પાર્ક, પ્રભુકૃપા હોિ૫સ્ટલની સામે આરડીસી બેંકની બાજુમાં આયોજન કરાયું છે. સીનીયર સીટીઝનો તથા ગીત સંગીત પ્રેમી શ્રોતાઓ માટે વિનામૂલ્યે સંગીત સંઘ્યાનું આયોજન કરેલ છે. સંસ્થાના પ્રમુખ જયપાલસિંહ ઝાલા, આયોજક એન્કર નટુભાઇ બી. રાઠોડ, દિલસુંદર કરાઓકે મ્યુઝીકલ ગ્રુપના મુખ્ય સંચાલક દિલીપભાઇ સોની, તથા તેના ગાયક વૃન્દ ના કલાકારોમાં નીરુબેન ડાભી, પ્રવીણભાઇ ડાભી, કાશ્મીરાબેન ગંગદેવ, ભાવેશ વ્યાસ, ભરતભાઇ ઢાકેચા, દિપકભાઇ કકકડ, મહેશભાઇ ચાવડા, બીપીનભાઇ ચાવડા જેવા નામાંકીત ગાયકો જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની રમઝટ જમાવશે.  કાર્યક્રમ માણવા સર્વે પ્રેક્ષકોને ગ્રુપ વતી અનુરોધ કરાયો છે આ માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...