મોચી સમાજનો કાલે દાંડિયારાસ મહોત્સવ

131
tomorrows-dandiaras-festival-of-the-mochi-society
tomorrows-dandiaras-festival-of-the-mochi-society

૩૦૦૦થી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે: સતત પાંચમાં વર્ષના આયોજનમાં ઉમટી પડવા આયોજકોનો અનુરોધ: આગેવાનો ‘અબતક’ના આંગણે

માં ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના મોચી સમાજના દાંડીયારાસનું જૈન વિઝન સોનમ ગરબા ગ્રાઉન્ડ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ ખાતે આવતીકાલે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં ૩૦૦૦થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવી ક્ષમતા છે. પ્રિન્સ પ્રિન્સેસને ઈનામોથી નવાજવામાં આવશે.

સમાજની એકતા માટે સૌ પ્રથમ આયોજકો માતાજીની મહાઆરતી કરી આરાધના કરશે. દાંડીયારાસમાં સીંગર તરીકે વિભૂતી જોષી, અશ્વિની મહેતા, વિશાલ પંચાલ અતા ખાન, તરૂણ વાઘેલા, મનીષ જોષી, તેમજ હિતેશ મહેતા ઉપસ્થિત રહેશે. સ્થળ પર બાઉન્સર અને વિડીયોગ્રાફી પણ રાખવામાં આવી છે. જ્ઞાતીજનો માટે દાંડીયારાસના પાસ સ્થળ પરથી મળી રહેશે. તેમજ આ આયોજનમાં સમાજના આગેવાનો એસ.એન. ચૌહાણ રમેશભાઈ ચાવડા કિશોરભાઈ ગોહેલ અમીતભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર, રમાબેન વાઘેલા, ડો. મૌલિક જેઠવા, કિશોરભાઈ વાળા, હર્ષદભાઈ મકવાણા, રતીભાઈ ચુડાસમા, જયોત્સનાબેન વાજા, જયેશભાઈ આર્ય, સરોજબેન ચૌહાણ, નટવરલાલ ચૌહાણ, સુરેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ વાળા, ડો. કિરણભાઈ પરમાર, ધીરેનભાઈ વાઘેલા, હિરેનભાઈ પરમાર, અશોકભાઈ ગોહેલ, નિલેશભાઈ પરમાર (ચામુંડા બેગ), હસુભાઈ પરમાર, મનસુખભાઈ ગોહેલ (પંકજ રેસ્ટોરન્ટ) દિનેશભાઈ જેઠવા અનેક અગ્રણી ઉપસ્થિત રહેશે.

શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, કોર્પોરેટર આશિષભાઈ વાગડીયા, બાબુભાઈ આહિર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, સંજયભાઈ બોરીચા, મેહુલભાઈ બોરીચા, શીવ સેનાના પ્રમુખ જીમીભાઈ અડવાણી, મધુરમ કલબના પ્રમુખ મિલનભાઈ કોઠારી તેમજ નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની સફળતા માટે દિનેશ ચાવડા મો. ૯૯૨૪૬ ૦૦૦૦૯, દિનેશ વાઘેલા મો. ૯૯૨૪૫ ૮૦૩૦૩, વિપુલ વાઢીયા, રાજેશ જેઠવા, ભરત પરમાર, જયદિપ જેઠવા, સંજય પરમાર, લાલજીભાઈ ગોહેલ, હિતેષ ચુડાસમા, મુકેશ ચાવડા, નિલેશ ચાવડા, કેતન ડાભી અને માધવ ડાભીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...