Abtak Media Google News

ગુજરાતના ૩૦૦ સહિત રાષ્ટ્રીય કક્ષાના તબીબો માર્ગદર્શન આપશે

રાજકોટ એસોસિએશન ઓફ ચેસ્ટ ફીઝીશ્યન્સ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે તા. ૨૦-૨૧ જાન્યુઆરીના રાજકોટના રીઝન્સી લગુન રિસોર્ટ, કાલાવડ રોડ ખાતે એસીપીજીકોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત ચેસ્ટ ફીઝીશ્યન્સ ના છાતીને લગતા વિવિધ રોગો ઉપર લેકચર ગોઠવવામાં આવેલ છે. આ કોન્ફરન્સને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ ડો. રાજેશ સોલંકી, સેક્રેટરી ડો. રાજ ભગત અને ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. જયેશ ડોબરીયા અને ડો. તુષાર પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોન્ફરન્સમાં છાતીને લગતા વિવિધ રોગો જેવા કે ટીબી, અસ્થમા, દમ, છાતીમાં પાણી ભરાવુ, શ્ર્વાસના રોગો, એલર્જીના કારણે થતા રોગો, ન્યુમોનીયા, સ્વાઇન ફલુ વિશે નિષ્ણાંતો દ્વારા છણાવટ કરવામાં આવશે અને વૈજ્ઞાનિક રીતે છાતીને લગતા રોગોની દવાઓમાં થયેલ નવી શોધ અને તેની અસરો વિશે નિષ્ણાંત તબીબો દ્વારા વિષદ માહીતી આપવામાં આવશે. બે દિવસ ચાલનાર આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાના તબીબો દિલ્હી, મુંબઇ, બેગ્લોર, પૂર્ણ વિગેરેના ડો. અગમ વોરા, ડો. દિપક તલવાર, ડો. સુજીત રાજન, ડો. નીતીન અભ્યંકર, ડો. દિપ્તી ગોઠી અને ડો. બસા ખાન સેમીનારમાં ઉ૫સ્થિત તબીબોને માર્ગદર્શન આપશે તેમજ કેટલાક કેસ સ્ટડીઝ ઉ૫ર પણ ચર્ચા કરવામાં આવશે.

છાતી અને ફેફસાના રોગોના રાજય કક્ષાના નિષ્ણાંત તબીબો ડો. હરજીત ડુમરા, ડો. મુકેશ પટેલ, ડો. એફ.ડી.ઘાંચી, ડો. મનોજ સિંઘ, ડો. સવિતા જીંદાલ વિગેરે વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે.

આ કોન્ફરન્સમાં ગુજરાતમાંથી ૩૦૦ થી વધુ ચેસ્ટ ફીઝીશ્યન્સ ઉ૫સ્થિત રહેનાર છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. જયેશ ડોબરીયા (મો. ૯૮૨૫૦ ૪૩૫૯૦) અને ડો. તુષાર પટેલ (મો. ૯૮૭૯૫ ૭૧૩૧૭) નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. ઓર્ગેનાઇઝીંગ કમીટીમાં એસોસિએશન ઓફ ફીઝીશ્યન્સ ઓફ રાજકોટના ડો. કે.જી.વિઠલાણી, ડો. કીરીટ દેવાણી, ડો. ગીરીશ

પટેલ, ડો. ધિરેન તન્ના, ડો. સંદીપ ઠકરાર, ડો. અભય જાવીયા, ડો. નિરજ મહેતા: ડો. ભાવિન ગામી, ડો. રિતેશ મારડીયા, ડો. મીલન ભંડેરી, ડો. ધારીત્રી ઠકકર, ડો. યજ્ઞેશ પુરોહિત, ડો. શૈલેષ બાણુગરીયા, ડો. જી.એલ. ગોંડલીયા, ડો. ભૂમી દવે, ડો. જેઠવાણી, ડો. ભાર્ગવ કનેરીયા તબીબો કોન્ફરન્સને સફળ બનાવવા પ્રયાસ કરી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.