કાલે ૨૧મી સદીનો રીટેઈલીંગ બિઝનેસ વિષયે સેમિનાર અને સાડી પરિધાન સ્પર્ધા

107

લાખાજીરાજ રોડ મરચન્ટ એસો. દ્વારા

સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસો. દ્વારા કાલે સવારે ૧૧.૩૦ કલાકે સુરતની માસ્ટર માઈન્ડ ક્ધસલ્ટન્સી સર્વીસીઝ પ્રા.લી.નાં મેનેજીંગ ડીરેકયર સોહિલ પિરાણી ખાસ ઉપસ્થિત રહી આવતી ૨૧મી સદીમાં રીટેઈલીંગ માર્કેટ કેવું હશે? ઓનલાઈન મોડર્ન અને ટ્રેડીશન બિઝનેસ વિ. બાબતોનું માર્ગદર્શન પૂરૂ પાડશે.

ઉપરાંત બીજો સેમીનાર ટ્રેસ ચિંતા જીવનમાં કેમ ઓછા કરવા તે અંગે પ્રેકટીકલ સંબોધન ક્ધસલન્ટ સાઈકોલોજીસ્ટ વૈશાલીબેનધકાણ કરશે.

લાખાજીરાજ મરચન્ટ એસો. દ્વારા હોટેલ સમ્રાટ ખાતે સભ્ય મેમ્બરો અને ગેસ્ટ માટે આયોજન થયેલ છે. તેમ સંસ્થાના પ્રેસીડન્ટ મહેશભાઈ મહેતા મો. ૯૮૨૪૨ ૪૪૫૫૦ની યાદીમાં જણાવાયેલ છે. સેમિનાર બાદ બેસ્ટ સાડી પરિધાન સ્પર્ધા તેમજ ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે.

Loading...