Abtak Media Google News

૨૦ ટીમો દ્વારા શહેરભરમાંથી સેમ્પલ લેવાશે; રોજ ૧૫૦ રેપીડ ટેસ્ટ કરાશે: માત્ર ૧૫ મિનિટમાં રિપોર્ટ આવી જશે; પત્રકાર પરિષદમાં શહેરની સ્થિતિનો ચિતાર આપતા મ્યુ. કમિ. ઉદિત અગ્રવાલ

કોરોના વાયરસની મહામારીને સંબોધીને આજરોજ રાજકોટ મ્યુનિ. કમિશ્નરે શહેરની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.

તેમજ આવતીકાલથી શહેરમાં કોરોનાના રેપીડ ટેસ્ટ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ. વધુમાં ૨૦ ટીમો દ્વારા શહેરભરમાંથી સેમ્પલ

લેવામાં આવનાર હોવાનું જણાવ્યુંં હતુ. રાજકોટ જિલ્લાને કુલ ૧૨૦૦ રેપીડ ટેસ્ટ કિટ આપવામાં આવશે.

જેમાંથી ૬૦૦ રેપીડ ટેસ્ટ કિટ શહેરને ફાળવવામાં આવશે અને દરરોજ ૧૫૦ જેટલા સેમ્પલ રેપીડ ટેસ્ટ કિટમાં કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.

મ્યુનિ. કમિશનરએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની કુલ ૨૦ ટીમો દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલો લેવામાં આવે છે. જેમાં આજ દિન સુધી શહેરમાંથી કુલ ૧૨૧૮ સેમ્પલો લેવામાં આવ્યા છે, તેમાંથી ૪૮૭ સેમ્પલ જંગલેશ્વર વિસ્તારમાંથી અને ૭૩૧ સેમ્પલ શહેરના અન્ય વિસ્તારોમાંથી લેવાયા હતા. આ સેમ્પલોમાંથી કુલ ૪૦ સેમ્પલ કોરોના પોઝીટિવ નોંધાયા છે. જેમાંથી ૩૦ કોરોના પોઝીટિવ સેમ્પલ જંગલેશ્વર વિસ્તારના છે અને ૧૦ કોરોના પોઝીટિવ સેમ્પલ શહેરના અન્ય વિસ્તારના નોંધાયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા સમગ્ર ફોકસ અત્યારે જંગલેશ્વર વિસ્તાર છે. જંગલેશ્વરની અમુક શેરીઓમાં કોરોના પોઝીટિવ કેસ વધુ નોંધાયા છે.

શહેરમાં આજરોજ કુલ ૪૦ કોરોના પોઝીટિવ કેસ નોંધાયા છે, જે પૈકી કુલ ૧૨ દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા છે અને ૨૮ કોરોના પોઝીટિવ દર્દીઓ સારવાર હેઠળ છે જેઓની સ્થિતિ સ્ટેબલ છે. શહેરમાં કુલ ૦૩ એકટીવ હોટસ્પોટ ક્લસ્ટર છે, જેમાં જંગલેશ્વર સિવાય રાજલક્ષ્મી સોસાયટી અને સહકાર સોસાયટીમાં એક્ટીવ હોટસ્પોટ ક્લસ્ટર વિસ્તાર રાખવામાં આવ્યા છે. વધુમાં મ્યુનિ. કમિશનરેએ જણાવ્યું હતું કે, આવતી કાલથી શહેરમાં રેપીડ ટેસ્ટ કિટ મારફત ચકાસણી શરુ કરવામાં આવશે. જેમાં કોરોના વાઇરસનો ટેસ્ટ માત્ર ૧૫ મીનીટમાં થઇ જશે. આ કિટ મારફત જેટલા લોકોને કોરોના અંગેના લક્ષણો જણાય છે તે લોકોને જ રેપીડ ટેસ્ટ કિટ દ્વારા ચકાસણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાને કુલ ૧૨૦૦ રેપીડ ટેસ્ટ કિટ આપવામાં આવશે, જેમાંથી ૬૦૦ રેપીડ ટેસ્ટ કિટ શહેરને આપવામાં આવશે. દરરોજ ૧૫૦ જેટલા સેમ્પલ રેપીડ ટેસ્ટ કિટમાં કરવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનરના સહયોગથી જંગલેશ્વરની અમુક શેરીઓને સંપૂર્ણ પણે ક્લસ્ટર ક્ધટેઇન કરવામાં આવ્યા છે. જંગલેશ્વરના લોકોને ઘરની બહાર ન નીકળે તે માટે સંપૂર્ણ સુવિધાઓ કરવામાં આવી છે.

આજ સુધી સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા ૧૦ લાખ જેટલા ભોજન કિટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. શહેરમાં ૩૫૦૦ રનીંગ કિ.મી. સુધી એરિયાને ડીસઈનફેક્ટ કરાવામાં આવ્યા છે. દરરોજ ૭૦ થી ૮૦ લોકોને માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરતા દંડ કરવામાં આવે છે. શહેરની ૩ આવાસ યોજનાઓમાં પણ ચકાસણી કરવામાં આવી છે. રાજકોટના લોકોના સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.