આવતી કાલે રામનવમીના દિવસે પ્રારબ્ધ, પુરૂષાર્થ અને પરિવર્તનના સહારે ‘દ્રષ્ટિ’ એડ. એજન્સીનો ૪૨માં વર્ષમાં પ્રવેશ

50

છેલ્લા ૪ દાયકાથી ગ્રાહકોનો વિશ્વાસ જીતવા અને જાળવી રાખવાની પરંપરા

વ્યવસાયના કોઇ પણ ક્ષેત્રમાં સંબંધ જન્મે છે પરિચયથી, પણ વિસ્તરે છે વિશ્ર્વાસથી. સંબંધોમાં વિશ્ર્વાસ જન્મે છે પરસ્પરના પારદર્શક અને ગ્રાહકહિતલક્ષી વ્યવહારોથી. એક પ્રોફેશનલ એડ. એજન્સી તરીકે ‘દૃષ્ટિ’એ ગ્રાહકો સાથેના સંબંધોનું જતન કર્યું છે પોતાની દીર્ઘદૃષ્ટિભરી કાર્યકુશળતાથી જેમાં મુખ્ય છે.

પ્રગતિની પ્રબળ મહત્વાકાંક્ષા, પ્રારબ્ધ અને પુરૂષાર્થનો સમન્વય, શ્રેષ્ઠ લીડરશિપ, ટીમવર્ક અને મેનેજમેન્ટ સ્કિલ, નિર્ણયના દરેક તબકકામાં વૈચારિક પરિપક્વતા અને વચનપૂર્તિથી તત્પરતા, તમામ તબકકે પરિવર્તન પરંપરા, એડવર્ટાઇઝિંગના તમામ પાસાઓના ગહન અભ્યાસ અને પથાર્થ વિશ્ર્લેષણ બાદ અપનાવવામાં આવતી ક્રિએટિવ સ્ટ્રેટિજી ગ્રાહકોની બ્રાન્ડ સાથે મૂલ્યનિષ્ઠ સંધાનની જાળવણી, ટાઇમ મેનેજમેન્ટ, માઇક્રો માસ્ટર પ્લાનિંગનો અમલ તક અને સમયને પારખવાની સૂઝબૂઝ વગેરે… યાદી અનંદ છે તેને અનંત બનાવનારા અમારા વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારી ગણ, કલાયન્ટ સ્વરૂપે પ્રથમ હરોળની બ્રાન્ડસ, મિત્રો,  શુભ ચિંતકા વેન્ડર્સ અને મીડિઆ વગેરે સૌને પોઝિટિવ એટિટયૂડ અને અખૂટ સ્નેહ પણ  એટલો જ અનંત છે.

Loading...