Abtak Media Google News

શહેરના અમીન માર્ગ કોર્નર પર યોજાનારા રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમઝટ બોલાવશે આયોજકો અબતકને આંગણે

ધ ગ્રાન્ડ ગરબા નાઇટ દ્વારા કાલે સાંજે ૭.૩૦ કલાકે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ અમીન માર્ગ કોનર્ર બાય બાય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે.

નવલી નવરાત્રીમાં આદ્યશકિતની આરાધના કરી ખેલૈયાઓ રમશે મન મૂકીને રાસ, ખેલૈયાઓ માટે ખાસ એક લાખ વોટસની સાઉન્ડ સિસ્ટમ બાઉન્સર સિકયોરીટીની વ્યવસ્થા, સીસી ટીવીથી સજજ ગ્રાઉન્ડ અને આયોજનમાં ખાસ ટીકટોક સ્ટાર શિરોમણી ચિતામણી ઉપસ્થિત રહી ખેલૈયાઓ ને મન મુકીને હસાવશે. સાથે એકર કાજલ અગ્રાવત અને અષાઢી ગાયક ઉમેદ ગઢવી ખેલૈયાઓને થીરકાવશે. જયારે આયોજનને સફળ બનાવવા ન્યુ તાલ દાંડીયા એકેડમીના ધૈય પારેખ, અહેમદ સાંધ અને લિયો લાયન્સના આયોજક જયેશ પટેલ તથા હષાંગ દવે સવાન વડગામ, રવિ અગ્રાવત અને મહેશ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.