Abtak Media Google News

રધુવંશી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના ભવ્ય આયોજનો: વિરપુરમાં દિવાળી જેવો માહોલ: ઘેર ઘેર તોરણ, રંગોળી પુરાઇ, મંદીરને આકર્ષક રોશનીથી ઝળહળાં: મોટી સંખ્યામાં ભાવિકો માણશે મહોત્સવ

કાલે કારતક સુદ સાતમને જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રભરમાં જય જલ્યાણના નાદ સાથે ધામધુમથી જલાબાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે. રાજકોટ જાણે વિરપુર નગરી બનવા પામશે. રધુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાઆરતી, અન્નકોટ, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો થયાં છે લોકો કાલે જલારામબાપાની સેવા પ્રવૃતિને યાદ કરી આનંદ ઉમંગથી જન્મ જયંતિ મહોત્સવ ઉજવશે.

સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં ‘જય જલારામ’ના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા, જેમાં આકર્ષક ફલોટસ, શણગારેલા વાહનો તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આ ઉપરાંત ઘણી જગ્યાએ જલારામબાપાની ઝુંપડીના દર્શન પણ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તો રધુવંશી સંસ્થાઓ આયોજીત મહાઆરતી, મહાપ્રસાદનો પણ બહોળા પ્રમાણમાં ભાવિકો લાભ લેશે. આવતીકાલે રવિવાર હોવાથી રધુવંશીઓમાં આનંદ ઉમંગ બેવડાયો છે.

જલારામ બાપા સવંત ૧૮૫૬ નાં કાર્તિક સુદ સપ્તપઋષિ સમી સપ્તમીનું શુકનવંતા સોમવારે, ટચલી આંગળીના ટેરવાસમાં વિરપુર ગામે માતા રાજબાઇના કૂખ ભગવાન શ્રીરામ જે નક્ષત્રમાં જન્મ્યા હતા. તે અભિજીત નક્ષત્રે- વિજય મુહુર્ત જન્મ્યા હતા.

પિતાનું નામ પ્રધાન ઠકકર કાકા વાલજીભાઇ બન્ને કરીયાણાના સાધારણ વ્યાપારી, સ્વભાવિક પણે સ્થિતિ નહી સારી પ્રધાન ઠકકરના પ્રથમ પુત્રનું નામ બોધાભાઇ આ બોધાભાઇ પાંચ વર્ષના થયા ત્યારે વિરપુર ગામે રઘુવરદાસજી નામના સિઘ્ધ અંત પધાર્યા માતા રાજબાઇએ પોતાના પુત્રના ચરણ સ્પર્શ કરાવ્યા અને હર મા ની મમતા ઇચ્છે એમ પોતાના બાળની પ્રગતિ થાય એવા આશીર્વાદ અર્પવા લાગણી ભરી માંગણી કરી ત્યારે ભાવીના ભેદને ભીતરથી ખોલતા સંત માતા તારો આ પુત્રનો સામાન્ય રહેશે પણ દ્વિતીય પુત્ર અદ્વિતીય કાર્ય કરી ફકત વિરપુર જ નહિં પણ વિશ્ર્વ આખામાં વંદનીય બનશે અને માનવતાને મહેકાવે એવા રુડા કામ કરશે. આમ અગમવાણીને આકાર આપતા માતા રાજ બાઇને ત્યાં બિજાપુત્રનું અવની પર અવતરણ થયું. જે સર્વે દીન દુ:ખીયાનું સ્થાનક બન્યું.

ઉના

ઉનામાં બાપાની પાલખી યાત્રા સવારે ૮ કલાકે જલારામ વાડીથી નીકળશે પાલખી યાત્રા આનંદ વાટીકા, ટાવર ચોક, મેઇન બજાર ફરી બપોરે જલારામ મંદિરે પરત ફરશે બાદ બપોરે મહાપ્રસાદ લોહાણા સમાજ લેશે.

ઓખા

ઓખામાં પણ જલારામ વાડી ખાતે ઉત્સાહ ભેર ઉજવવાનું આયોજન કરેલ છે. જલારામ બાપાને અન્નકોટ દર્શન રાખેલ છે. દરીયા કાંઠે આવેલા વ્યોમાણી માતાના મંદીર સાનિઘ્યમમાં નિમીત પુ શ્રી જલારામ બાપાના મંદીર તથા અન્ય સર્વે મંદીરોના શિખરો પર નુતન ઘ્વજારોહણ કરવાનું જેની પુજા વિધી લોહાણા મહાજન વાડી ખાતે રવિવારે બપોરે ત્રણ વાગ્યે રાખેલ છે. ત્યારબાદ સર્વે જ્ઞાતિજનો ઘ્વજાજી તથા બાપાની શોભાયાત્રા મહાજન વાડીથી શરુ કરી શ્રી વ્યોમાણી માતા મંદીરે પહોંચશે. ત્યા નુતન ઘ્વજારોહણ કર્યા બાદ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગેથી નવી બજાર થઇ લોહાણા મહાજન વાડીએ પરત આવશે ત્યારબાદ સર્વે જ્ઞાતિ જનો મહાઆરતી સાથે મળી સમુહ ઉતારશે. ત્યારબાદ સર્વે જ્ઞાતિજનો એક પંગતે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

રાણમાં જલારામ જયંતિની

થશે ભવ્ય ઉજવણી

પૂ. જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિ કાલે રાણ લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુહ જ્ઞાતિ ભોજન, શોભાયાત્રા, મહાઆરતી સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ અંતર્ગત સાંજના ૪ વાગ્યે ભવ્ય શોભાયાત્રા રાધેક્રિષ્નાના મંદીરથી પ્રસ્થાન થશે જે ગામના મુખ્ય બજારોમાંથી થઇ પુન: જલારામ મંદીરે સમાપન થશે. અને સાંજે ૫.૩૦ કલાકે બટુક ભોજન તથા જલારામબાપાની મહાઆરતી  મંદીરે થશે. ત્યારબાદ સાંજે ૭.૩૦ વાગ્યે સમુહ જ્ઞાતિભોજન જલારામ મંદીર ખાતે રાખવામાં આવેલ છે.

શોભાયાત્રાનું સુંદર આયોજન જલારામ સત્સંગ મંડળ ની બહેનો દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.