Abtak Media Google News

રાત્રે ૯.૪૫ વાગ્યે ફેસબૂક લાઇવ પર ડાયાબિટીસના નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે

વિવિધ રોગ વિશે લોકો જાગૃત બને અને ઘર બેઠા પૂરતી જાણકારી મેળવી શકે એ માટે ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા વિવિધ રોગના નિષ્ણાત તબીબોની પેનલ સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાલે ગુરુવારે રાત્રે ૯.૪૫થી ૧૧.૧૫ સુધી ડાયાબીટીસના નિષ્ણાત તબીબો ફેસબુક લાઇવના માધ્યમથી લોકોના પ્રશ્ર્નોના જવાબ આપશે એમ ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. કોરોના લોક દરબારમાં લોકોન બહોળો પ્રતિસાદ મળતાં આઇ.એમ.એ. દ્વારા એફ.બી. લાઇવ લોકો ‘લોક દરબાર’ ચાલુ રાખવામાં આવ્યો છે અને દર મહિને કોઇ એક રોગના નિષ્ણાત તબીબોની પેનલ ફેસબુક લાઇવમાં લોકોના જે તે રોગને લગતા પ્રશ્ર્નોના સંતોષકારક જવાબ આપશે.

ડો. જય ધીરવાણી અને ડો. રૂકેશ ઘોડસારાના જણાવ્યા અનુસાર વર્તમાન કોરોના મહામારી કાળમાં લોકો ડરના કારણે વિવિધ રોગ માટે તબીબ સુધી પહોંચવામાં કદાચ મુશ્કેલી અનુભવતા હોય તો જ ે તે રોગ નિષ્ણાત તબીબ સોશ્યલ મિડિયા દ્વારા લોકોના ઘર સુધી (મોબાઈલ સુધી) પહોંચી તેમના મનમાં ઉઠતાં વિવિધ સવાલો સંતોષકારક જ વાબ આપી શકે અને લોકોને માર્ગદર્શન મળે એ હેતુથી ઇન્ડીયાન મેડિકલ એસોસીએશન દ્વારા લોક દરબારનું  આયોજન કરવામાં આવ્યું છે. કોરોના માટે આ પ્રકારના લોક દરબારનું આયોજન કર્યુ હતું જેમાં લોકોનો અકલ્પનીય પ્રતિસાદ મળતાં અમારો ઉત્સાહ વધ્યો છે અને હવે દરમિહને કોઇ એક રોગના નિષ્ણાત તબીબોની પેનલ બનાવી ફેસબુક લાઇવ દ્વારા જે તે રોગ વિશે આગામી તા. ૨૯-૧૦-૨૦ને ગુરૂવારે રાત્રે પ્રથમ  લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટના ડાયાબીટીસનાં જાણીતા તબીબો ડો. પ્રતાપ જેઠવાણી, ડો. નિલેષ દેત્રોજા, ડો. પંકજ પટેલ ડો. બિરજુ મોરી લોકોના પ્રશ્ર્નોના જવાબ આપશે.

લોક દરબારના સંયોજક ડો. ચંતન લાલસેતા અને ડો. પારસ શાહે જણાવ્યું છે કે, આજના આ ડીજીટલ યુગમાં લાઇવ પ્રયાસનો દેશ વિદેશના લોકોને લાભ મળી રહ્યો છે. ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના ફેસબુક પેઇઝ આઇએમપી રાજકોટ પરથી રાજકોટના નિષ્ણાત તબીબો દોઢ કલાક સુધી લાઇવ થઇ લોકોના પ્રશ્ર્નોના જવાબ આપશે. દુનિયાભરના કોઇ પણ ખૂણે બેઠેલ વ્યક્તિ લાઇવમાં જોડાઇ કોમેન્ટ બોકસમાં પોતાના પ્રશ્ર્નો પૂછી શકશે અને નિષ્ણાત તબીબો ત્વરીત આ સવાલના જવાબ આપશે. દર મહિને આ રીતે લોક દરબાર યોજાશે.

આ વખતે ડાયાબીટીસ પર ચર્ચા થશે. બાદમાં બ્લડ પ્રેશર, કેન્સર, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, ગાયનેક ડિસઓર્ડર, મહિલા બાળકોને લગતા વિવિધ રોગ વિશે પણ લોક દરબારનું આયોજન કરવામાં આવશે.

આઇ.એમ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા સહિતના તબીબો આગેવાનોના માગદર્શન હેઠળ લોકો માટેના આ લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંકલન ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. હેતલ વડેરા કરે છે. આઇ.એમ.એ.ના મિડિયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.