Abtak Media Google News

સ્ટાફની ફરજ બજાવવાની બેઠક અને ઈવીએમનું મતદાન મથક થશે નક્કી

આવતીકાલે નવી કલેકટર કચેરીના ત્રીજા માળે સ્ટાફ અને ઈવીએમના ત્રીજા રેન્ડમાઈઝેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેન્ડમાઈઝેશન જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને યોજાશે.

વિધાનસભાની પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ૯મી ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિધાનસભા બેઠક દિઠ નિમાયેલા રિટર્નીંગ ઓફિસરોની દેખરેખ હેઠળ બેઠક વાઈઝ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

થોડા દિવસો પૂર્વે સ્ટાફ અને ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થયું હતું અને આવતીકાલે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર ડો.વિક્રાંત પાંડેનાં અધ્યક્ષ સ્થાને નવી કલેકટર કચેરીના ત્રીજા માણે સ્ટાફ અને ઈવીએમનું સેક્ધડ રેન્ડમાઈઝેશન થવા જઈ રહ્યું છે. આ તકે ઈલેકશન કમીશનનાં ઓબ્ઝર્વરો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેષ પંડયા તથા ચૂંટણી સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિ રહેશે.

સેક્ધડ રેન્ડમાઈઝેશનમાં ચૂંટરી કર્મચારીને કઈ બેઠકમાં ફરજ બજાવવાની છે તે નક્કી થશે. વધુમાં કયા મતદાન મથકે કયુ ઈવીએમ જશે તે પણ આવતીકાલે નકકી થઈ જશે. સ્ટાફનું ત્રણ વખત અને ઈવીએમનું બે વખત રેન્ડમાઈઝેશન કરવાનું હોય છે. સ્ટાફનું હજુ અંતિમ અને ત્રીજું રેન્ડમાઈઝેશન થોડા દિવસો બાદ કરવામાં આવશે જેમાં ચૂંટણી કર્મચારીને કયાં મતદાન મથક પર ફરજ બજાવવાની છે તે નકકી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.