Abtak Media Google News

ઘેર ઘેર કુળદેવીને નૈવેદ્ય ધરી ભાવિકો આદ્યશક્તિની કરશે ઉપાસના: ચંડીપાઠ, સંક્રાંતિ પાઠ, માતાજીની સ્તુતિ-ગરબા ગવાશે

નવરાત્રી માતાજીની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. નવરાત્રીના નવે નવ દિવસ આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ નકોરડાં ઉપવાસ કરી માતાજીની ઉપાસના કરે છે. આસો સુદ એકમથી નૌમ સુધી માતાજીની આરાધના કરવા માટે ઉત્તમ ગણાય છે.

આવતીકાલે નવરાત્રી મહાપર્વના સૌથી અનેરું અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં માતાજીની ઉપાસનમાં હોમ , હવન , નવચંડી યજ્ઞ સહિત જગદંબાને  વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આઠમ નિમિતે માતાજીને વિશેષ ભવ્ય સાજ શણગાર કરશે. આઠમ અને નૌમ બે દિવસ  મંદિરોમાં ભવિકોની ભીડ રહેશે.

કાલે તા.૨૩ ને શુક્રવારે સવારે ૬:૫૮ સુધી સાતમની તિથિ રહેશે. ત્યારબાદ આખો દિવસ આઠમ ગણાશે. જે લોકોને આઠમના કુળદેવીના નૈવેદ્ય થતા હોય તેમને કાલે જ માતાજીને નિવેદ ધરવાના રહેશે. તેમજ તા. ૨૫ ને રવિવારના રોજ વિજયા દશમી – દશેરાની ઉજવણી થશે.

આશાપુરા મંદિરે કાલે શ્રી માંધાતા સાહેબ ઠાકોર હવનમાં બીડુ હોમશે

બપોરના ૩ વાગ્યાથી પ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ નિષેધ

નવરાત્રી માતાજીની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. નવરાત્રીના નવે નવ દિવસ આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ નકોરડાં ઉપવાસ કરી માતાજીની ઉપાસના કરે છે. આસો સુદ એકમથી નૌમ સુધી માતાજીની આરાધના કરવા માટે ઉત્તમ ગણાય છે.

આવતીકાલે નવરાત્રી મહાપર્વના સૌથી અનેરું અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં માતાજીની ઉપાસનમાં હોમ , હવન , નવચંડી યજ્ઞ સહિત જગદંબાને  વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આઠમ નિમિતે માતાજીને વિશેષ ભવ્ય સાજ શણગાર કરશે. આઠમ અને નૌમ બે દિવસ  મંદિરોમાં ભવિકોની ભીડ રહેશે.

કાલે તા.૨૩ ને શુક્રવારે સવારે ૬:૫૮ સુધી સાતમની તિથિ રહેશે. ત્યારબાદ આખો દિવસ આઠમ ગણાશે. જે લોકોને આઠમના કુળદેવીના નૈવેદ્ય થતા હોય તેમને કાલે જ માતાજીને નિવેદ ધરવાના રહેશે. તેમજ તા. ૨૫ ને રવિવારના રોજ વિજયા દશમી – દશેરાની ઉજવણી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.