Abtak Media Google News

૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવા ઠેર ઠેર તડામાર તૈયારીઓ : સરકારી કચેરીઓ, રોશનીથી સુશોભિત, ન્યાયમંદિર, શાળા કોલેજો, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનનોમાં પણ થશે ઘ્વજવંદન : અનેકવિધ સંસ્થાઓ દ્વારા યોજાશે દેશભકિત ગીતો સહિતના કાર્યક્રમો

દેશભરમાં ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી થનાર છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આન બાન શાનથી તિરંગો  લહેરાવી ઘ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્ર પર્વ નીમીતે નાના મોટા તમામ શહેરોની સરકારી કચેરીઓન રોશનીથી શણગારવામાં આવી છે તો ન્યાય મંદીર, શાળા  કોલેજો, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનોમાં પણ ઘ્વજ ફરકાવી સલામી આપવામાં આવશે. રાજકોટ શહેરમાં રાજયકક્ષાની ઉજવણી થનાર હોય ત્રણ દિવસથી અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભકિત ઉજાગર કરતી રાષ્ટ્ર ગૌરવ યાત્રા રેલી, દેશભકિત ગીતો સહિતના કાર્યક્રમો યોજાનાર છે. અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય સામાજીક આગેવાનો, શિક્ષકો, સમાજ શ્રેષ્ઠીઓ વિઘાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી ઘ્વજવંદન કરશે અને રાષ્ટ્રગીત ગાશે તેમજ શહિદોને શ્રઘ્ધાંજલી પણ આપવામાં આવશે.

  • રાજુલા

રાજુલા નગરપાલિકા દ્વારા માર્કેટીંગ યાર્ડમાં આજે રાત્રે ૯ કલાકે એક શામ શહિદો કે નામ કાર્યક્રમ યોજાશે. આપણા દેશને આઝાદી અપાવવા ઘણા બધા લોકોએ શહીદી વહોરી છે. જેના લીધે આપણે બધા જ દેશવાસીઓ નિરાંતનો શ્ર્વાસ લઇ રહ્યા છીએ.

ર૬ જાન્યુઆરી ના દિવસે પ્રજાના હાથમાં સત્તા આવી એ બધી જ સરકારોએ પ્રજાભિમુખ વહીવટ આપવા માટે પ્રયત્નો કર્યા છે જેના લીધે જ આજે આપણે ભારતદેશની ગણના દુનિયાના દેશોમાં થવા લાગી છે.

રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંઘ્યાએ શહીદો અને મહા પુરુષો ને યાદ કરવા અને દેશભકિતના ગીતો દ્વારા તેમને યાદ કરીને શ્રઘ્ધાંજલી આપવાનું આયોજન રાજુલા નગર પાલીકાના પ્રમુખ કનુભાઇ ઘાખડા તથા કારોબારી ચેરમેન વિણાબેન અમિતકુમાર જોશી અને ચીફ ઓફીસર ઉદયભાઇ નસીત દ્વારા કરાયું છે.

  • ઓખા

ઓખા નગરપાલિકા વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ ભેર ઉજવવામાં આવશે. જેમાં ઓખા લાલ લજપતરાઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓખાના યુવા ઉઘોગપતિ મોહનભાઇ બારાઇ, સુરજકરાડીમાં નગરપાલિકા ઉપપ્રમુખ ચેતનભાઇ માવાણી, આરભડા વિસ્તારમાં પીએસઆઇ શ્રઘ્ધાબેન ડાંગર તથા બેટ દ્વારકામાં ભડેલા મુસ્લીમ સમાજના પ્રમુખ કાદરભાઇ અબુભાઇ ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવશે.આ સાથે ઓખા ન્યાયમંદીરમાં, શાળાઓમાં, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં પણ ઘ્વજવંદન કરવામાં આવશે.

  • ગીર સોમનાથ

જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમીતે સરકારી શાળાઓમાં દિકરીની સલામી દેશને નામ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. તમામ શાળાઓમાં ગામની સૌથી વધુ ભણેલ દીકરી મુખ્ય અતિથિ બનશે. અને ગામની સૌથી વધુ ભણેલ દીકરીના હસ્તે જ ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે.

  •  સુરેન્દ્રનગર

દેશના ૭૧મા પ્રજાસતાક પર્વની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર સી.પી. ઓઝા શારદા મંદિર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. દેશભકિતગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શાળાના આચાર્ય એન.એ. મકવાણાએ પ્રજાસતાક પર્વ ના મહત્વ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂ‚ પાડયું હતુ.

  • જામનગર

જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અલીયાબાડામાં કરવામાં આવનાર છે. આ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યાં છે.પ્રજાસત્તાક પર્વની ઉજવણી જામનગર તાલુકાના અલીયાબાડાના જ્વાહર નવોદય વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવશે. જ્યાં રાજ્ય સરકારના પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવશે અને આ સમયે યોજાનારી પરેડની સલામી ઝીલશે.

  • વેરાવળનો વિદ્યાર્થી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં થશે સામેલ

Dharmendrasing Rathod 2

દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પરેડમા સહભાગી થવા માટે સમગ્ર દેશમાંથી વિધાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાંથી સર્વ શ્રેષ્ઠ વિધાર્થીઓની અંતમાં પસંદગી થાય છે. ત્યારે સૌરાષ્ટ્ર માંથી માત્ર એક વિધાર્થી નવયુવાનની પસંદગી કરવામાં આવી છે. જે ચોકસી કોલેજ વેરાવળનો વિધાર્થી છે. જે ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વમાં  પરેડ કરશે.

શ્રીમતી સી.પી.ચોકસી આટર્સ અને પી.એલ.ચોકસી કોમર્સ કોલેજ વેરાવળમાં બી.કોમ.સેમેન્ટર-૪માં અભ્યાસ કરતા અને રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના વોલંટિયર ધર્મેન્દ્રસિંહ રાઠોડની દીલ્હી ખાતે યોજાનાર ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પરેડમાં પસંદગી કરવામાં આવી છે. ધર્મેન્દ્રસિંહની પ્રથમ કોલેજ ખાતે ત્યારબાદ યુનિવર્સિટી ખાતે પસંદગી થયા બાદ ગુજરાત રાજ્યમાંથી ગુજરાત વિધાપીઠ ખાતે પસંદગી કરવામાં આવે છે. રાજ્ય માંથી માત્ર ૧૦ વિધાર્થીઓની દિલ્હીની પરેડમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં પણ ધર્મેન્દ્રસિંહની પસંદગી થઈ હતી. અને છેલ્લે અંતે સમગ્ર દેશ માંથી દિલ્હીની પરેડ માટે ૧૬૦ વિધાર્થી નવ યુવાનોની પસંદગી થતા તેમા ધર્મેન્દ્રસિંહનો સમાવેશ થયો હતો. આદ્રીના રિક્ષા ચાલક ગુમાનસંગ રાઠોડનો પુત્ર ધર્મેન્દ્રસિંહની સૌરાષ્ટ્ર માંથી એક માત્ર વિધાર્થી નવ યુવાનની પસંદગી થઈ છે.

 

  • જામનગર રાજવી પરિવારનો ૧૪ વર્ષનો તરૂણ ઓલ ઇન્ડિયા સેક્ધડ બેસ્ટ કેડેટ બન્યો

2 18 ર૮મી જાન્યુઆરીએ ઉત્કર્ષસિંહ જાડેજાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સન્માન થશે રાજકોટના રહેવાસી  એન.સી.સી. કેડેટ સારજન્ટ ઉત્કર્ષસિંહજી અર્જુનસિંહજી જાડેજા કે જેઓ અમદાવાદમાં શ્રેષ્ઠ એન.સી.સી. કેડેટ તરીકે ગોલ્ડ મેડલ જીત્યા છે. અને જેઓ ધ રીપબ્લીક ડે પરેડ કેમ્પ નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ડિસેમ્બર માસથી નવી દિલ્હીના બર્ફીલા તાપમાન વચ્ચે ઉર્ત્કષસિંહજી અન્ય રાજયો તરફથી હરિફાઇઓમાં વિજય મેળવીને હવે પ્રાઇમ મિનિસ્ટર્સ રેલીમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. ઉપરાંત તેઓ હાલમાં ચીફ ઓફ આર્મી, નેવી તેમજ એરકોર્સ, દિલ્હી મુખ્યમંત્રી જેવા મહાનુભાવો તેમજ નિયમિત આર.ડી.સી. કેમ્પની મુલાકાતે આવનાર વિ.વિ. આઇ.પી. ઓ સમક્ષ પોતાની પ્રસ્તુતિઓ આપી રહ્યા છે.

ઉત્કર્ષસિંહજી કે જેઓ બાયોટેકનોલોજી તેમજ જીનેટીકસમાં રસ ધરાવે છે. તેઓ રાજકુમાર કોલેજ, રાજકોટના ધોરણ ૯ ના વિઘાથી છે. તેઓ જામ રણજીતસિંહજીના સીધા વંશ જ છે એટલે કે નવાનગર-જામનગરના જુના રાજવી પરિવારના કુમાર છે. આ પરિવારે પેઢી દર પેઢી આઝાદીના વર્ષ ૧૯૪૭ થી લઇને શ્રેષ્ઠ કેડેટ નો એવોર્ડ જીતવાની અમુલ્ય પ્રથા જાળવી રાખી છે. જેમાં તેમના કાકા ગીરીરાજસિંહજી-૧૯૭૮ તેમજ રાજદિપસિંહજી- ૧૯૭૭ સામેલ છે. જામનગરના આ રાજવી પરિવારે આપણને દેશના પહેલા આર્મી ચીફ (સેના પ્રમુખ) રુપે મહારાજ કુમાર જનરલ રાજેન્દ્રસિંહજી પણ આપ્યા છે.ગુજરાતના તમામ યુવા કેડેટો માટે ખરેખર એક  ગર્વ લેવા જેવી બાબત છે. ભારતભરમાં યોજાતી અનેક ધનિષ્ઠ સ્પર્ધાઓ માથી અનેક બદથી બદતર કઠીનાઇઓ તેમજ પરિસ્થિતિઓમાં થી પાર પડયા બાદ  તેઓ પસંદગી પામે છે.  અને તે પણ એકદમ જુજ સુવિધાઓ ની વચ્ચે રહીને આવા યુવાનો તથા યુવતિઓ દેશના નિર્માણ અર્થે સબળ શારીરીક તેમજ અડગ મનોબળ સાથે દેશની સેવામાં પુર્ણ ભાવથી સમર્પીત થતાં હોય છે અને તો જ આ સ્તરે પહોચવું શકય બને છે. ટીક-ટોક જમાનામાં તેમને દેશના સાચા અર્થમાં હિરો તરીકે ઓળખવા જરુરી છે. ઉત્કર્ષસિંહજી જેવા કેડેટની આવી ઉ૫લબ્ધી ખરેખર નોંધનીય ઉત્કર્ષસિંહજી જાડેજાની આ સિઘ્ધીને સમાજ દ્વારા બિરદાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.