Abtak Media Google News

ટામેટું આમતો દરેકના રસોઈ ઘરમાં વપરાતું શાક છે , જોકે ટમેટાને ફળ પણ કેવામાં આવે છે જ્યુસી અને ખાતું મીઠું ટામેટું કાચું ખાવું પણ હેલ્થી છે.ટમેટમાં ખનીજ સ્ખ્રો , આઇરન, મેલિક ઍસિડ હોય છે જે આતરડાને સ્વસ્થ રાખે છે આ ઉપરાંત ટમેટમાં પાંચ પ્રકારના વિટામિન હોય છે. પાકા ટમેટમાં વિટામિન એ, બી, અને સી મોટા પ્રમાણમા હોય છે , આમ ટામેટાં સ્કીન માટે ખુબજ ફાયદાકારક હોય છે. ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવીને પીવાથી પિત્તજન્ય વીકરો મટે છેTomatofragrance Hero

પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે થી ત્રણ વાર પીવડાવવાથી બાળકો નીરોગી , બળવાન અને હેલ્થી બનાવે છે.

પાકા ટમેટાનો એક પ્યાલો રસ કે સૂપ નિયમિત પણે  પીવાથી આતરડામાં જમેલો સૂકો મળ છૂટો પડે છે અને જૂના વખતની કબજિયાત દૂર થાય છે. પાકા ટામેટાંના તાજા રસમાં  પાણી અને થોડું મધ પીવાથી રક્તપિત્ત તથા લોહી વિકાર મટે છે.

Beauty Dark Circles Thsટામેટાના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કૃમિરોગમાં ફાયદો થાય છે.

સવાર સાંજ ટામેટાના રસનું સેવન કરવાથી રતાંધળાપનું દૂર થવામાં મદદ થાય છે, દ્રષ્ટિ શુદ્ધ થાય છે. હદય રોગથી લઈને કેન્સર જેવા મોટા રોગોમાં ટામેટાં ખુબજ ઉપયોગી બને છે.

ટામેટાં એવું એક શાક છે જે સલાડ અને વઘાર ઉપરાંત એલેર્જીથી પણ બચાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.