ટોમ અને મિકોએ કરી આ વાત …

ટોમ અને મિકો બંને રસ્તા પર પોતાના બે મસ્તીખોર મિત્રો નીશી અને મિશિ બંનેને કેટલા દિવસ થયા  પણ તે લોકો મળવા નોતા આવતા એટલે ટોમ અને મિકોએ નક્કી કર્યું કે આજે અમે તેને મળવા જઈશું. હમણા કેટલા દિવસથી અમને હેરાન કરતાં લોકો સામે નોતા આવ્યા. તો આ બધા ગયા ક્યાં? તે બને આ બધા લોકોને શોધવા નીકળ્યા સવારથી નક્કી કર્યા પ્રમાણે ગયા હતા. તો તેઓ પણ એવી વાતું કરતાં રસ્તા પર ચાલતા ગયા અને પોતાના જીગરી મિત્રો નીશી અને મિશિને શોધતા તેના ઘર આગળ આવી પહોચ્યાં ત્યારે બે વાર તેઓએ દરવાજાથી પોતાના અવાજમાં બોલાવ્યા. આ બને ભાઈ-બહેનએ પોતાના રૂમમાથી ડોકું કાઢી તેઓએ નવાય લાગી ? કે આ બંને અહિયા આવી ગયા. ત્યારે પહેલા તો તરત તેનું મન નીચે જવાનું થયું પણ તેને તરત કોરોના યાદ આવી ગયું. આ યાદ આવતા તેઓએ તેની રીતથી તેને હાલ આ સમસ્યા સાથે તેઓને સમજાવ્યા અને એક વચન વાત કરતાં આપ્યું કે આપણી મિત્રતા એજ છે, પણ ખાલી થોડો વખત થોડી દૂર રાખી અને મળીશું નહીં. કારણ આ કોરોના વાયરસની મહામારીએ તમને આઝાદી આપી અને અમને કૈદ આપી.

આ એક નાના અમથા કોરોના વાયરસે દરેક મનુષ્યોની જિંદગી ચાર દીવાલ વચ્ચે અટકાવી દીધી છે. ત્યારે હવે એક પ્રશ્નએ છે કે આ કુતરા-બિલાડાનું જીવન કેવું થયું આ લોકડાઉનમાં ?

મનુષ્યને એવી આદત હોય છે કે તેઓ હાલતા-ચાલતા આ કુતરા અને બિલાડાને હેરાન કરવાની ટેવ પડી ગઈ હોય છે. ત્યારે તેઓને આજ સુધી જે સ્વતંરતા નોતી મળી તે હવે આ લોકડાઉનમાં અવશ્ય મળી ગયો હશે. તો હવે કુતરા-બિલાડા પણ ક્યારેક કંટાળયા હશે કે આ લોકો જે મને હેરાન કરતાં એ ગયા ક્યાં? તે કેમ હમણાંથી દેખાતા નથી. આ હાલતા ચાલતા મનુષ્યની જિંદગી કેમ અટવાયી ? તો આજે તેઓને પોતાની રીતે તેના બાપુજીનો રોડ હોય તેમ રખડે છે અને તેની જિંદગીને જીવીને આનંદ કરે છે. આજ સુધી જે લોકોએ પોતાની રીતે મનમાની કરતાં તેને કુદરત દ્વારા પોતાની શીખ મળી કે પોતાના કર્મોનું ફળ અવશ્ય સમય સાથે મળે છે. ત્યારે આ સ્વતંરતાથી હસતાં અને ફરતા જોવા મળે છે. ત્યારે હવે તેનામાં પણ અનેક ફેરફાર આવી ગયા તેઓ પણ મજા સાથે જિંદગી જીવી રહ્યા છે. આ એક પરીવર્તનએ અનેક રીતથી બધાને એક તક આપી સુધરવાની અને આગળ વધાવાની તક આપી. સાથે કુદરત સાથે જીવવાની એક મૌકો આપ્યો અને આનંદ મેળવ્યો.

Loading...