Abtak Media Google News

જુનાગઢ ગત સોમવારે વહેલી સવારે માંગનાથ રોડ વિસ્તાર માં કોઈ અજાણ્યા શખ્શો સૌચાલય ની ગંદકી ઠાલવી ગયેલ જેનાથી આસપાસના વિસ્તારના તેમજ  માગનાથ રોડના લગભગ પાંચસોથી વધારે વેપારીઓને માથું ફાડી નાખે તેવી  દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડ્યો હતો  માંગનાથ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા  કારસ્તાન આચરનાર  ટેન્કર ચાલક હોવાનું  ખુલ્યુ હતું વેપારીઓએ ટેન્કર માલિક નો સંપર્ક કરતા ટેન્કર માલિક લાજવાને બદલે ગાજ્યો હતો બાદમાં મહાનગરપાલિકા ના જવાબદારોને ફરિયાદ કરતા  ટેન્કર માલિક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી                                                     

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર શહેરના ભરચક અને દિવસ દરમિયાન સતત  ધમધમતા માંગનાથ રોડ પર સોમવારના વહેલી સવારના  કોઈ અજાણ્યા શખ્સો સૌચાલય ની ગંદકી નાગરવાડા વિસ્તારની ગલીમાં ખાલી કરી રવાના થઇ ગયા હતા આ ગંદકી વાળુ પાણી છેક દાણી રાયજી ની હવેલી સુધી પહોંચ્યુ હતું શ્રાવણ માસનો સોમવાર હોય અનેકની આ ગંદકીના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હતી સ્થાનિક વેપારીઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા અજાણ્યા ટેન્કરચાલક નું આ કારસ્તાન હોવાનું ખુલ્યુ હતું સીસીટીવીમાં ટેન્કર માલિક ના નંબર સ્પષ્ટ દેખાતા હોય વેપારીઓએ સંપર્ક કરતા ટેન્કર માલિક લાજવાના બદલે ગાજ્યો હતો માંગનાથ રોડના વેપારીઓએ આ અંગે મહાનગરપાલિકાને રજૂઆત કરતા પાણીનો મારો ચલાવી ગંદકી સાફ કરવામાં આવી હતી તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણીયા એ ગાજતા ટેન્કર  માલિક ને ૨૫ હજારનો દંડ ફટકારી કાયદા નું ભાન કરાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.