Abtak Media Google News

અત્યારની જનરેશન લગ્ન માટે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર હોય છે. પહેલા લગ્ન પરિવાર માટે થતા હતા. પરંતુ હવે યુવક-યુવતી પોતાનું શું? તેના વિષે વધારે વિચારે છે. એટલે તેઓ પ્લાનિંગ સાથે ચાલે છે. ક્યારેક એક વ્યક્તિ નર્વસ થઇ જાય તો બીજુ તેને સંભાળી લે છે. સગાઇ અને લગ્નના સમય વચ્ચે છોકરા-છોકરીઓ છુટથી મળતા થયા છે. જેના કારણે બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઇ છે. વિચારો સ્પષ્ટ થઇ ગયા છે. જન્માક્ષરની સાથે સાથે અમુક કમ્યુનિટીના લોકો ‘બ્લડ ટેસ્ટ’ પણ કરાવે છે. આ ઉપરાંત કેટલાક લગ્નવાંચ્છુક યુગલો ‘સેક્સ’ને લગતી સમસ્યાઓને લગ્ન પહેલા જ ઉકેલવા માટે છે અને જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ ન થાય. એટલે પહેલાના સમય કરતા અત્યારના યુવાનો વધારે મેચ્યોર છે, સમજદાર છે અને તેઓ શું કરી રહ્યા છે કે શું કરશે તેનું પણ તેઓ પ્લાનિંગ કરીને લગ્ન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.