આજની ઘડી છે રળિયામણી

અયોધ્યામાં આજે રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણોત્સવની શરણાઈ ગૂંજી, ઢોલ ત્રાંસા, ઢબૂક્યા, વડાપ્રધાને આખા દેશને અભૂતપૂર્વ ખુશાલીનો સંદેશો પાઠવ્યો અને સવા અબજ લોકોના આશા-અરમાનની ઝાલર રણઝણાવી !… હવે શું એ સવાલ બને છે સવા લાખનો…

આ મંદિરનું નિર્માણ કાર્ય કેટલા સમયમાં સંપન્ન થશે અને એનાં રૂપરંગની સજાવટમાં કેટલો વખત લાગી જશે એ જાણવું આ દેશની ગરીબ જનતા માટે આસાન નહિ બને આખા મંદિરનું નિર્માણ કરવું એ બાળકને જન્માવવા જેવું રૂડું છતા અઘરૂ છે. પરંતુ આપણા દેશનું એ અહોભાગ્ય લેખાશે એ નિ:સંદેહ છે. !

મહાકાર્યનો પ્રારંભ મહાપુરૂષો જ કરી શકે. નાના માણસો તો વિચાર પણ ન કરી શકે. મહાપુરૂષનો નિર્ણય મહાકાર્યોથી જ થવો જોઈએ. મહાકાર્યો કર્યા વિના પણ જો કોઈને મહાપુરૂષ માની લેવાય તો તેવી પ્રજાનું પતન થઈ જતું હોય છે.

મહાકાર્યનાં આરંભ કર્યા પછી તેને સાંગોપાંગ પૂરૂ કરવાનું ઘણું જ મુશ્કેલ હોય છે. કેટલાક મહાકાર્યો પૂરા નથી કરી શકાતાં અધૂરા જ રહી જતા હોય છે. કાર્યનું અધૂરાપણું બે રીતે થતું હોય છે પોતાની અક્ષમતાથી અને કાર્યની પ્રચંડતાથી પોતાની અક્ષમતાથી અધૂરા રહેલા કાર્યને વારસદારો પૂરૂ કરે તો પણ ધન્ય થવાય. ભગીરથના પૂર્વજો ગંગાવતરણ ન કરી શકયા તો પણ તેમણે પ્રયત્નો ન છોડયા છેવટે ભગીરથે કાર્ય પૂરૂ કર્યું. આ રીતે પણ કાર્યપૂર્તિ કરી કહેવાય પણ જે લોકો અડધે આવીને કાર્યની ભીષણતા જોઈને પડતું મૂકીને ભાગી જાય તે યશસ્વી નથી થઈ શકતા. તે હાંસીને પાત્ર બને છે. તો પણ જે લોકો મહાકાર્યોનો પ્રારંભ જ નથી કરતા તેના કરતા સારા કહેવાય.

જે લોકો સત્ય માટે, ન્યાય માટે લોકહિત માટે સંઘર્ષ કરતા રહે છે તે જ મહાપુરૂષો છે. ભલે તે સફળ થાય કે ન થાય તેમનું અનુસરણ કરવું જોઈએ.

આમ, પરિવર્તન થયા જ કરે છે. પરિવર્તન આવ્યા જ કરે છે.

અયોધ્યા -મંદિર આવા પરિવર્તનોનો જ એક ભાગ છે. અહી રામ મંદિર હતું એ પછી બાબરી મસ્જીદ થઈ. હવે એ નથી રહી અને મંદિર -નિર્માણ થશે.

એની પ્રક્રિયા સંગ્રામ-મહાસંગ્રામ સુધી બની રહેશે. પરિવર્તનની ગતિવિધિનો જ એક ભાગ રામમંદિર-નિર્માણ છે.

Loading...