Abtak Media Google News

આજે તમારો પડછાયો અમુક ક્ષણ માટે તમારી સાથે નહિ હોય.એક અદભૂત ખગોળીય ઘટના આજે બનશે.સૌરાષ્ટ્રભરમાં આજે ‘પડછાયા વિનાના દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.કર્કવૃત્ત અને મકરવૃત ઉપર વર્ષમાં બે વખત જુનમાં અને ડીસેમ્બરમાં એવી સ્થિતિ સર્જાય છે કે વ્યક્તિનો પડછાયો ૬૦ સેકન્ડ માટે ગાયબ થઈ જાય છે.આજે બપોરે ૧૨.૦૦ વાગા પછી અવલોકન કરશો એટલે તામારો પડછાયો ગાયબ થઈ જશે.

પૃથ્વી તેની ધરી પર સતત ફરી રહી હોવાથી જોઈ શકાય છે કે પડછાયો નાનો થઈ રહ્યો છે અને પછી સૌથી નાનો થયાં બાદ તે ઉતર-દક્ષીણ તરફ દર્શાય છે.ત્યારબાદ પડછયો પાછો લાંબો થવા લાગે છે અને તે પૂર્વ તરફ ખેચાય છે આવી ગતિવિધિ તો આપણે રોજ બનતી હોય છે પરંતુ આજે અમુક સમય માટે પડછાયો દેખાતો બંધ થી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.