Abtak Media Google News

આઈપીએલના જંગમાં આજે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે જંગ થવા જય રહ્યો છે ત્યારે આજના મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચી જશે અને ચેન્નાઇ સામે ફાઇનલમાં ટકરાશે

દિનેશ કાર્તિકની આગેવાનીમાં કોલકાતાની ટીમને ઘરઆંગણે રમવાનો લાભ

વિલિયમસનની ટીમને વિજયના માર્ગે પાછા ફરવા માટે ખાસ પ્રયાસ કરવાના

બે વાર ચેમ્પિયન બની ચૂકેલ કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.)ની ટી-૨૦ સ્પર્ધાની અહીં શુક્રવારે રમાનારી બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.)ની ટીમના તાજેતરમાના નબળા ફોર્મનો લાભ લેવાનો પ્રયત્ન કરશે.આમતો બંને ટીમો મજબૂત છે ત્યારે આ મેચમાં કોણ વિજેતા બનશે તે કહેવું મુશ્કેલ છે.એક રીતે જોઈએ તો આજનો મેચ બંને ટીમ માટે સેમી ફાઇનલ મેચ બની રહ્યો છે અને વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે કોલકાતાની ટીમે સ્પર્ધાના છેવટના તબક્કાની આખરી મેચોમાં ઉપરાઉપરી ચાર વિજય મેળવ્યા છે, જ્યારે પોઈન્ટ-ટેબલમાં  મોખરે રહેલ કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ મુખ્યત્વે તેના મધ્યમ ક્રમના બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે સતત ચાર મેચ હારી જતા નીચે સરકી પડી હતી.

ભુવનેશ્વર  કુમાર, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા તથા સ્પિનર રશીદ ખાન સહિતનું શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ ધરાવતી હૈદરાબાદની ટીમે ઈડન ગાર્ડન્સની પીચમાંથી મળતી સહાય સાથે હરીફ બેટ્સમેનોને કાબૂમાં રાખવા પડશે.જોકે વેગ પકડેલ દિનેશ કાર્તિકની આગેવાનીમાં કોલકાતાની ટીમને ઘરઆંગણે રમવાનો લાભ હશે અને વિલિયમસનની ટીમને વિજયના માર્ગે પાછા ફરવા માટે ખાસ પ્રયાસ કરવાના રહે છે.

દિલ્હી ડેરડેવિલ્સ (ડી. ડી.)ને દોડમાંથી બાકાત કરી દેતા સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવામાં પહેલી ટીમ બનેલ હૈદરાબાદની પડતી પુણે ખાતેથી શરૂ થઈ હતી કે જ્યારે તેનું પંકીત બોલિંગ આક્રમણ ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.) સામે ૧૮૦ રનના જુમલાના બચાવમાં નિષ્ફળ ગયું હતું તથા ત્યાર પછીની મેચોમાં તેનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.), કે. કે. આર. અને સી. એસ. કે.ની ટીમો સામે પરાજય થયો હતો.

વિલિયમસનની ટીમને વિજયના માર્ગે પાછા ફરવા માટે ખાસ પ્રયાસ કરવાના હૈદરાબાદની સમસ્યા તેની બેટિંગ છે, જેમાં વિલિયમસન ઉપર તેનો વધુ પડતો આધાર રહે છે કે જે ૫૭.૦૫ રનની સરેરાશ સાથે કુલ ૬૮૫ રન કરી પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે.રિસ્ટ સ્પિનર રશીદે અત્યાર સુધીમાં કુલ ૧૮ વિકેટ મેળવી છે, પણ ભુવનેશ્ર્વરે (૯ વિકેટ) તેના બોલિંગમાં સુધારો કરવાનો રહેશે. સિદ્ધાર્થ કૌલ શરૂઆતની તથા ડેથ તબક્કામાં સારી બોલિંગના પ્રદર્શનમાં કુલ ૧૯ વિકેટ ઝડપી હૈદરાબાદની ટીમનો આ મોસમનો શ્રેષ્ઠ બોલર રહ્યો છે.

પોતાના સૌથી સફળ કેપ્ટન ગંભીરની વિદાય પછી કોલકાતાની ટીમના સુકાની તરીકેની આશ્ચર્યજનક પસંદગી બનેલ તમિળનાડુનો કાર્તિક હાલ તેના સારા ફોર્મમાં રમી રહ્યો છે અને તે ૧૫ મેચમાં ૫૪.૪૪ રનની બેટિંગ સરેરાશ ધરાવે છે.મેચની વિજેતા ટીમ આઈ.પી.એલ. સ્પર્ધામાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રવિવારે રમશે. આજે રમાનારા  મેચની શરૂઆત ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.