આજની ઘડી તે રળિયામણી…!!

જીવન ચલને કા નામ. ચલતે રહો સુબહ શામ… ચીનના વુ આનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી સમગ્ર વિશ્વને ભય અને મોતના ભરડામાં લઈ લીધું હતું. ગયું આખું વર્ષ ઉનમાદ ભય અને મોતના ખોફથી બચવાના પ્રયાસોમાં જ વીતી ગયું જોકે ૨૦૨૧નુ વર્ષ કોરોના ની રસી ના આગમનથી જીવન જીવવાની નવી આશા સાથે  શરૂ થયું છે આજે ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે બનાવવામાં આવેલી કોરોના ની બે બે રસી થી નાગરિકોને સુરક્ષિત કરવાનું અભિયાન શરૂ થઇ ચૂક્યું છે, આજની ઘડી રળિયામણી બની છે ભય અને અજંપા નાં ઓછાયાથી ભારત સહિત સમગ્ર વિશ્ર્વ માનવ જાત બહાર આવવા માટે એક નિશ્ચિત દિશા તરફ પગલા માંડી ચૂકી છે, એવું નથી કે ભૂતકાળમાં ક્યારે મહામારીનો સામનો થયો નથી અને કોરોના રૂપી રાક્ષસ પ્રથમ વખત માનવ સમાજ માટે ખતરો બન્યો હતો,ભૂતકાળમાં પણ મહામારી ઓ આવી હતી મોટી જાનહાનિ થઈ હતી અને કાબૂમાં પણ આવી હતી શીતળા ઓરી મેલેરિયા ડેન્ગ્યુ સ્વાઈન ફ્લૂ જેવી બીમારીઓ સામે માનવજાત જજુમી છે તેની દવા ની શોધ કરી છે અને જીવનને આગળ ધપાવ્યું છે , પરંતુ કોરોના નું જે ઝડપથી આગમન અને વિશ્વમાં ટૂંકા સમયમાં જ જે મોતનું માતમ ફેલાવી દીધું હતું તે ભૂતકાળના અનુભવો કરતાં વધુ ઘાતક હતું પરંતુ વૈજ્ઞાનિકોની મહેનત સરકારી વ્યવસ્થાઓ ની  કામગીરી અને લોકોની સામૂહિક જાગૃતિના કારણે કોરોનાના ની સારવાર અને રસી ની શોધ માં ટૂંકા ગાળામાં જે સફળતા મળી છે તે ખરેખર માનવજાત અને ખાસ કરીને વૈજ્ઞાનિકો માટે ગૌરવની વાત ગણાય ભારતમાં જ પ્રથમ તબક્કાના રસીકરણથી કોરોનાની નાથવાનું અભિયાન શરૂ થયું છે આજના દિવસથી જીવનમાં અભય થઈને જીવવાનો નવો અધ્યાય શરૂ થયો છે જીવન બસ ચાલતા રહેવાનું જ નામ છે કુદરતી અને અકુદરતી પડકાર આવે તો જરા પણ અટક્યા વગર પડકારોનો સામનો કરીને આગળ વધવાનું નામ જ જીવન છે ભારત માટે તો રસીકરણના પ્રારંભનો આ દિવસ માત્ર કોરોના ના ખાતમાં ના સફળ અધ્યાય પૂરતો જ નથી જયારે જગત આખું કોરોનાથી ફફડતું હતું આ બીમારીની પૂરતી જાણકારી ન હતી ત્યારે ભારતે કોરોના ની સંપૂર્ણ ઓળખ તેને અટકાવવાના સફળ પ્રયાસો અને રસી ની શોધ માટે જે પુરુષાર્થ કર્યો હતો તેના સવારે આ પરિણામો આજે પ્રાપ્ત થયા છે ભારતના ત્રીસ કરોડ લોકોને અપાનારી પ્રથમ તબક્કાની બંને રસીઓ સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે તૈયાર થઈ છે ભારતે આ રસી નું નિર્માણ અને તેની વિતરણ વ્યવસ્થા કરીને જગતને આત્મનિર્ભરતાનું એક વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોરોના ની રસી નું ભારત સંપૂર્ણપણ આત્મનિર્ભર બની ને નિર્માણ કર્યું છે વળી આ રસી વિશ્ર્વના અનેક નાના-મોટા દેશોને પણ પૂરી પાડવામાં આવશે ભારતના વૈજ્ઞાનિકો ની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર ન આત્મનિર્ભર પ્રયાસો અને ભારતને વિશ્વ સમોવડી બનાવવાનાજુસ્સા એ રસીકરણના આ પ્રથમ દિવસે ભારત માટે ખરેખર આજની ઘડી રળિયામણી બનાવી છે. કોરોના સામે અસરકારક રસી ઉપલબ્ધ છે ગયા વર્ષનો ઉભો થયેલો કોરોના રૂપી રાક્ષસનો ખાત્મો કરવા તૈયાર કરવામાં આવેલી આ રસી અપેક્ષાથી વધુ સારી સફળ થાય તેવી અભ્યર્થના સાથે જીવનની આ નવી સવાર દરેક માટે ખુશી નું નિમિત બને તેવી અભ્યર્થના

Loading...