Abtak Media Google News

આજે રાત્રે ૯:૨૧ સુધી સોનુ, ચાંદી, વાહન, પ્લોટ કે પછી પૈસાનું રોકાણ કરવું શુભ

આજે પુષ્યનક્ષત્ર છે. પુષ્યનક્ષત્ર ખૂબજ શુભ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરાયેલા કામ ખૂબજ ફળદાયી નીવડે છે. આજના દિવસે ખરીદી, ભૂમિપૂજન, લેવડ દેવડ તેમજ સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જયોતિષ શાસ્ત્રમાં ૨૭ નક્ષત્રોનું ચક્ર હોય છે.

જેમાં પુષ્ઠ આંઠમનું નક્ષત્ર છે. તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુ‚ અને સ્વામી શનિ છે. આજના દિવસે કરાયેલું કોઈ પણ કામ પૂણ્યદાયી અને તુરંત ફળ આપે છે. વાર સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી ગુરૂપુષ્ય, રવિપુષ્ય, શનિપુષ્ય કે પછી બુધ પુષ્ય જેવા માયોગનું નિર્માણ કરે છે.જેમાં ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.

રાજકોટના સોની બજારમાં પણ આજે પુષ્યનક્ષત્રને પગલે ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. સોનું આજે રૂ.૩૩ હજારને આંબી ગયું છે. છતા સોની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. બુધ પુષ્ય નક્ષત્રમાં આજથી લગ્નના ધરેણાની ખરીદી શરૂ થઈ ગઈ છે.2 129દિવાળી પહેલા જ પુષ્યનક્ષત્રનું આવવું અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં માર્કેટમાં ધૂમ ખરીદી કરવામાં આવે છે. સાથે આજના દિવસે ધનની પૂજા કરવાનું પણ વિધાન છે. દીવાળી પહેલા આવેલા પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે.તેનું ખાસ મહત્વ એ છેકે સોનું શુધ્ધ પવિત્ર અને અક્ષય ધાતુ માનવામાં આવે છે.

આ નક્ષત્ર સ્વાસ્થ્ય માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પુષ્ય નક્ષત્ર પર શુભ ગ્રહોનો પ્રભાવ હોય છે જે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ ને ખતમ કરવાની સક્ષમતા ધરાવે છે.

પુષ્ય નક્ષત્રમાં લક્ષ્મીનું અત્યંત પ્રિય નક્ષત્ર છે. તેમા મા લક્ષ્મીની પ્રસન્નતા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. આજ સવારથી જ સાંજે ૯.૨૧ સુધી મહાલક્ષ્મી મંદિરમાં જઈને દેવીને ૧૦૮ ગુલાબના પુષ્ય અર્પિત કરી આ પુષ્યને ઘરમાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. પુષ્યનક્ષત્રમાં દૂધ અને ચોખાની ખીર બનાવી ચાંદીના પાત્રમાં લક્ષ્મીને ભોગ ધરવાથી અષ્ટલક્ષ્મીની પ્રાપ્તી થાય છે.

3 106પુષ્ય નક્ષત્રમાં શ્રીસૂકતના ૧૦૮ પાઠ કરવાથી જીવનના આર્થિક સંકટો નાશ પામે છે. અને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વૈવાહિક જીવનમાં સુખાકારી માટે શિવ પરિવારનું વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે તો ચોકકસ ફળ મળે છે.

આજના શુભ દિવસે સોનાના ધરેણા ખરીદવા ખૂબજ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ચાંદીના ધરેણા, વ્હીકલ, મકાન, પ્લોટ કે ફલેટ, પીતળ, તાબુ કે કાંસાના વાસણ ખરીદવા શુભ ગણાય છે. પૈસાનું રોકાણ કરવું તેમજ દિવાળીમાં ઘરની સજાવટ કરવી પણ આજના દિવસે શુભ માનવામાં આવે છે. મહત્વનું છે કે મંદીના માહોલ વચ્ચે આવેલુ આજનું આ ‘શુભ’ મૂહૂર્ત લોકોએ ખરીદી કરીને સાચવી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.