Abtak Media Google News
Happy Rose Day
Happy Rose Day

બહારો ફૂલ બરસાવો મેરા મહેબુબ આયા હૈ, એ ફૂલો કી રાની, બહારો કી મલ્લિકા. આવા સાયરાના રોમેન્ટીક સદાબહાર બોલીવુડ ગીતો યાદ આવે છે. કેમ કે આજી વેલેન્ટાઈન વીક શરૂ ઈ ગયું છે અને ફસ્ટ ડે એટલે આજે ‘રોઝ-ડે’ જેમાં એકબીજાને રોઝ આપીને પ્રેમનો ઈઝહાર કરે છે.

Declaration Of Love 23 2147517078જી હા, આજી દુનિયાભરમાં વેલેન્ટાઈન ડે વીકનો પ્રારંભ ઈ ગયો છે. વેલેન્ટાઈન વીકને વધાવવા યુવાધનમાં અનોખો નગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં આજે તા.૭ને બુધવારના રોજ વિશ્ર્વભરમાં ‘રોઝ ડે’ મનાવવામાં આવે છે. જેમાં રોઝ ડેના દિવસે પોતાની મનગમતી વ્યક્તિને ગુલાબનું પુષ્પ ભેટ આપવામાં આવે છે. મનગમતી વ્યક્તિ પ્રત્યે મનની લાગણી વ્યકત કરવાનો આ સર્વેશ્રેષ્ઠ દિવસ છે. વિવિધ રંગના ગુલાબ અલગ અલગ સંબંધો માટે વાપરવામાં આવે છે.

4 2રોઝ ડે પર દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલો એક ખાસ મતલબ છે. રેડ રોઝ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્યાર વ્યકત કરવાનો સરળ રસ્તો મનાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યકત કરવું, પ્રશાંસા કરવી કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. બાર ગુલાબનો ગુચ્છો ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્રેમનો એકરાર છુપાયેલો છે.વ્હાઈટ રોઝ શાંતિ અને સુલેહનું પ્રતિક માનવામાં આવે છે.

5રાજકોટમાં આજે ફૂલોની દુકાનો પર ‘મજનુ’ઓની કતારો જોવા મળી હતી. જો પોતાની ગર્લફ્રેન્ડ કે, પ્રેમીકાને ગમે તે કિંમતે ગુલાબ ખરીદીને આપતા હતા. રોજ કરતા આજે રોઝના ભાવ ચાર ગણા હોવા છતાં ઘણી જગ્યાએ ફૂલોની દુકાનોમાં સ્ટોક ખલાસના પાટીયા ઝુલતા જોવા મળ્યા હતા.

મોટાભાગના ફૂલોના વેપારીઓએ આજે કમાણીનો દિવસ હોવાી આમ તો તમામ રંગના ગુલાબોનો સ્ટોક કરી લીધો હતો. આમ છતાં તેમણે ગરજના ભાવ પડાવ્યા હતા. રોજ કરતા આજે દેશી ગુલાબ પણ મોંઘાદાટ વેંચાતા જોવા મળ્યા હતા.

રાજકોટમાં વિવિધ સ્ળોએ અવનવી ગીફટમાં વેરાયટીઓ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં આ વર્ષે યુવાનોને આકર્ષણ કરતી ગીફટનો અવનવો ખજાનો આવ્યો છે. જેમાં આ વર્ષે કપલ ટીશર્ટ, વીટી, કડા, કાર્ડસ, શોપીસ તેમજ બોટલ મગેર્સ તેમજ કાર્ડસમાં વિડિયો રેકોર્ડીંગના પ્લેકાર્ડ બોકસ પોપકાર્ડ, ન્યુઝ પેપરવાળા કાર્ડસ, ચોકલેટ બોકસ કાડર્સ, લવ સ્ટોરી બુક, બુકલેટ કાર્ડ, લવ સીગોમ કાર્ડ ઉપરાંત સો પીસમાં રેડીયમ કપલ લોન્સાઈ ટ્રી કપલ ક્રિસ્ટલ કપલ, હાર્ટ એપવાળા જુમર, લાઈટીંગ કેન્ડલ, દરેક સાઈઝના ટેડીબીયર હાર્ટસંપ વાળા પીલો સહિતની વેરાવટીઓ જોવા મળે છે. આ ગીફટની વસ્તુમાં ગત વર્ષની સરખામણીએ ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

વેલેન્ટાઈન વીક કઈ રીતે ઉજવશો

વેલેન્ટાઈન વીકનો આરંભ: તા.૭ ફેબ્રુઆરીએ રોઝ ડેથી થાય છે. જેમાં પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ ગીફટમાં આપીને પોતાના પ્રેમની અભિવ્યકિત કરે છે.

Valentines Week
Valentines Week

૮ ફેબ્રુઆરી પ્રપોઝ ડે: આ દિવસે નવા પ્રેમી પોતાના પ્રેમી પાત્ર સમક્ષ પ્રપોઝલ મૂકે છે. અથવા પ્રેમી પ્રેમીકા ફરીથી એકબીજાને પ્રપોઝ કરે છે.

Propose Day
Propose Day

૯ ફેબ્રુઆરી ચોકલેટ ડે: આ દિવસે નાના મોટા એમ કાષઈ પણ વયના લોકો એકબીજાને ચોકલેટ આપીને પ્રેમની અભિવ્યકિત કરે છે. અથવા દૂર રહેતા પ્રેમી માટે ચોકલેટ મોકલવામા આવે છે.

Chocolate Day
Chocolate Day

૧૦ ફેબ્રુઆરી ટેડી ડે: આદિવસે ટેડીનો ઉપહાર પોતાના પ્રેમીને આપો તો તે ખુશ થઈ જશે. કેમ કે ટેડી મોટાભાગે યુવાઓને પણ ગમતુ રમકડુ છે.

Teddy Day
Teddy Day

૧૧ ફેબ્રુઆરી પ્રોમીસ ડે: આ દિવસે પ્રેમીઓ એક બીજાને સાથ આપવાનો વાયદો કરે છે.

Promise Day
Promise Day

૧૨ ફેબ્રુઆરી હગ ડે: આ દિવસે પ્રેમ કરવા વાળા પોતાના પ્રેમીને ભેટીને એનો પ્રમ વ્યકત કરે છે. હગ ડે ફકત પ્રેમીઓ પૂરતો જ સિમિત નથી પણ તમે તમારા મિત્રો તેમજ સ્નેહીજનોને ભેટીને પણ લાગણી વ્યકત કરી શકે છે.

Hug Day
Hug Day

૧૩ ફેબ્રુઆરી કિસ ડે: વેલેન્ટાઈ સપ્તાહનો સહુથી રોમેન્ટીક આ દિવસ છે. આ દિવસે પોતાના પ્રેમીને કિસ આપીને તમારા પ્રેમને વધુ ગાઢ બનાવી શકો છે.

Kiss Day
kiss day

૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે: જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે.તે આ તારીખના દિવસે તમે તમારા વેલેન્ટાઈન જોડે જેટલો વધુ સમય વિતાવી શકે છે.

Valentine'S Day
Valentine’s Day

રોઝ ડે સાથે સંકળાયેલા ફિલ્મી ગીતો

૧. ફૂલ તુમ્હે ભેજા હે ખતમેં

૨. ફૂલો કે રંગ સે

૩. બહારો ફૂલ બરસાવો

૪. ફૂલ આહિસ્તા ફેંકો

૫. એ ફૂલો કી રાની બહારો કી મલ્લિકા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.