Abtak Media Google News

અબતક રજવાડી રાસોત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ: આજે છેલ્લા દિવસે કંઇ નવું પિરસવા આયોજકો આતુર

માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ  નવરાત્રીનો આજે નવમો દિવસ છે. સતત આઠ આઠ દિવસથી શહેરમાં સાંજ પડે ને યુવક-યુવતિઓ સોળ કલાએ ખીલ્લી ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓનો ઉત્સાહ રોજ બેવડાતો જાય છે.રજવાડી નવરાત્રી મહોત્સવનું છેલ્લા પાંચ વર્ષથી આયોજન થઇ રહ્યું છે.ત્યારે આ વર્ષે રજવાડી સાથે અબતક મીડીયા હાઉસ જોડાતા સોનામાં સુગંધ ભળ્યા જેવો માહોલ છવાયો છે. અબતક રજવાડી મહોત્સવમાં ગઇકાલે આઠમા નોરતે બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.નવરાત્રી હવે અંતીમ ચરણોમાં છે. ત્યારે ખેલૈયાઓમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘અબતક  રજવાડી’રાસોત્સવનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ખેલૈયા વચ્ચે જંગ જામશે.અબતક રજવાડી રાસોત્સવને નિહાળવવા દરરોજ હજારો લોકો ઉમટી પડે છે.આયોજકોન લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. નવા નવા આયોજનો સાથે અબતક રજવાડી રાસોત્સવના આઠ દિવસ સુખમય પૂર્ણ થયા છે.આઠમાં નોરતે અબતક રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓ મધરાત સુધી ગરબે ધુમ્યા હતા. આજે છેલ્લા દિવસે નવમાં નોરતે ખેલૈયાઓને કંઇક નવું પીરસવા આયોજકો આતુર છે.આઠમાં નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા આયોજકો દ્વારા ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.‘અબતક રજવાડી’ રાસોત્સવમાં આયોજકો દ્વારા ફુડ ઝોનથી લઇને ભવ્ય સાઉન્ડ સિસ્ટમ તેમજ ખેલૈયાઓ માટે ચુસ્ત સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે. આયજકો દ્વારા નવે નવ દિવસ બેનમૂન આયોજન કરાયું છે. ‘અબતક રાજવાડી’ રાસોત્સવને યાદગાર બનાવવા માટે ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, વાઇસ ચેરમેન રામ અજાણી, વાઇસ પ્રેસીડેન્ટ મોહિત વધાસીયા સેકેટરી જે.પી. હિરાણી, વાઇસ સેકેટરી હેરી પ્રજાપતિ, ઇવેન્ટ કો ઓડીનેટર ગૌરવ પટેલ, હિતેષ સાકરીયા, ઓર્ગેનાઇઝ ગૌતમ ગોસ્વામી, ભરત પટેલ, જીતેન જડીયા, વિજય ઠુંમર, જયદીપ ખુંટ, વનરાજ ચાવડા, ખોડીદાસ પાંભર, કેવલ લુણાગરીયા વસીમ ડોકોરા સહીતન કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

ગરબામાં ૧૦ વિશ્ર્વ વિક્રમ સ્થાપતો મોન્ટુ ચડોતરા

Montu Chadra, Who Set 10 World Record In Garba
Montu Chadra, who set 10 world record in Garba

ગરબામાં વિશ્ર્વ રેકોર્ડ તરફ અગ્રેસર થનાર મોન્ટુભાઈ ચડોતરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ગોંડલના રહેવાસી છે અને ૧૪ વર્ષથી ગરબાના કલાસીસ કરાવે છે. અબતક રજવાડી રાસોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સરાહનીય અને વિશ્ર્વસનીય છે. જેથી ખેલૈયાઓ પણ ખુબ જ મોટી સંખયામાં આવે છે.જેને લઈ નિર્ણાયકોને નિર્ણય લેવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેઓએ પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓ ૨૧ વર્ષથી ગરબા કલાસ ચલાવે છે. જેમાં ૧૪ વર્ષ જામનગર રહ્યા હતા અને ૭ વર્ષ ગોંડલમાં કલાસ ચલાવે છે. તેઓએ ૬ મહિનામાં ૧૦ વર્લ્ડ રેકોર્ડ અને ૪ નેશનલ રેકોર્ડ ગરબામાં પ્રાપ્ત કર્યા છે. જેમાં તેઓએ ગરબામાં જે ચકકર ફરમાવામાં આવે તે તેઓએ ૧ કલાકમાં ૪,૨૬૨ ચકકર ફરી લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલ ગીનીશ બુકમાં રેકોર્ડને સ્થાન મળવા માટે કાર્યવાહી ચાલુ છે.લીમ્કા બુક ઓફ રેકોર્ડનો એટેમ્પ્ટ તેઓએ બધા જ વર્લ્ડ રેકોર્ડમાં મોકલ્યો જેવા કે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા, ઈમેજીંગ વર્લ્ડ રેકોર્ડ, વજ વર્લ્ડ રેકોર્ડ, કોહીનુર વર્લ્ડ રેકોર્ડ, ઓનલાઈન વર્લ્ડ રેકોર્ડ, મેગા સ્ટાર વલ્ડ રેકોર્ડ જેવા અનેક વર્લ્ડ રેકોર્ડ તેમના દ્વારા હાંસીલ કરવામાં આવ્યા છે. તેઓ લીમ્કા રેકોર્ડ માટે વાત કરતા જણાવ્યું હતું કે, તે એક માત્ર રેકોર્ડ એવો છે. જેમાં તેઓ પોતાના નામ આગળ લીમ્કા લગાડે છે. તેઓએ જણાવ્યું કે વિશ્ર્વના બાકી રહેતા ૧૨ રેકોર્ડ તેઓને પ્રાપ્ત કરવામાં છે. જે અંડર પ્રોસેસ છે. જેમાં ઓસ્ટ્રેલીયન સરકારનો, દુબઈ સરકારનો, હોંગકોંગ સરકારનો સમાવેશ થાય છે. તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે તેઓ માત્ર ગરબા માટે જ આ રેકોર્ડ કરી રહ્યા છે.જેથી તેઓ ગરબાને પ્રમોટ કરી શકે. કારણકે તેઓએ કહ્યું હતું કે, તેઓ વિશ્ર્વમાં પહેલા એવા વ્યકિત છે કે જેઓ ગરબામાં રેકોર્ડ બનાવી રહ્યા છે. અંતમાં તેઓએ કહ્યું હતું કે તેઓએ તેમનું જીવન ગરબાને સમર્પિત કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.