Abtak Media Google News

મોદી સરકાર ૧ કરોડ એફોર્ડેબલ હાઉસીંગનો લક્ષ્યાંક ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા પૂરો કરવા માગે છે.

જીએસટી દરો ઘટાડવા માટે તખ્તો તૈયાર છે. આ સિવાય જીએસટીનું રીટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે જીએસટી કાઉન્સિલની આજે ગૂ‚વારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાય તેવી શકયતા છે. તેના હેઠળ મોટી એન્ટિટીનું રજીસ્ટ્રેશન પણ સરળ બનશે. અને ઈ-વે બિલ માટે જીએસટીએન કેટલુ તૈયાર છે.તેની ચકાસણી કરવામાં આવશે.

૨૦૧૮-૧૯ની બજેટ અગાઉ કાઉન્સિલની બેઠક મળી રહી છે જેમાં ગૂડઝ અને સર્વિસિસ માટે જીએસટીના દર ઘટાડવાની પણ વિચારણા થશે કેટલાક જૂથોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ વિચારણા હાથ ધરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની આ ૨૫મી બેઠક હશે. કેન્દ્રીય નાણા મંત્રી તેનું અધ્યક્ષપદ સંભાળશે. અને તેમાં રાજયોનાં નાણામંત્રીઓ સામેલ હશે. કાઉન્સિલ દ્વારા જીએસટી કાયદામાં સુધારાને મંજૂરી અપાશે જેને ૨૯મી જાન્યુઆરીથી શ‚ થતા સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.

આજે મળનારી બેઠકમાં જીએસટી દર ઘટાડવામાં આવે તેવી સંભાવના છે. તે માટે તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળેલ છે કેમકે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સરકારે પ્રજાને જવાબ આપવાનો છે. સરકાર ‘રોટી કપડા ઔર મકાન’ની નીતિ પર કામ કરી રહી છે.

ખાસ કરીને એફોર્ડેબલ હાઉસીંગમાં જીએસટી દર ઓછા રાખવા જ‚રી છે. કેમકે મોદી સરકારે ૧ કરોડ એફોર્ડેબલ હાઉસીંગનો ટારગેટ રાખ્યો છે. સરકારે રીઅલ એસ્ટેટ સેકટર અને એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટને બૂસ્ટર ડોઝ આપવા ૧૦૦% એફડીઆઈને મંજૂરી આપી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો ઉપરાંત આગામી બજેટમાં આઈ.ટી એકઝેમ્પ્શન, જીએસટીમાં રીલેકશેસન, વિગેરેની જોગવાઈ કરવામાં આવે તેવી સંભાવના છે.

ટૂંકમાં, આજની જીએસટી કાઉન્સિલની બેઠકમાં દરમાં ઘટાડો ઉપરાંત એફોર્ડેબલ હાઉસીંગમાં જીએસટી દર ઓછા કરાય તેવી શકયતા જોવાઈ રહી છે.

સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. ૧ કરોડ એફોર્ડેબલ હાઉસીંગનો પ્રોજેકટ પણ પૂરો કરવાનો છે. સરકાર બજેટમાં રાહતનો પટારો ખોલે તેટલી વાર છે.

સરકાર ‘રોટી કપડા ઔર મકાન’ના લક્ષ્યાંકને પણ પૂર્ણ કરવા ગંભીરતાથી કવાયત કરી રહી છે. તમામ સરકારી વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. કે લક્ષ્યાંકો ૨૦૧૯ પહેલા પૂરા કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.