Abtak Media Google News

સ્થાનકવાસી જૈન સમાજમાં ૧૫૦૦ેથી વધારે તપસ્વીઓએ નવ – નવ દિવસ સુધી આયંબિલ તપની આરાધના કરી: રવિવારે વિવિધ સ્થળોએ તપસ્વીઓના પારણા એવમ્ બહુમાનના કાર્યક્રમો

અસહ્ય ગરમી અને ધોમધખતા તાપની પરવા કર્યા વગર નવ – નવ દિવસ સુધી દિવસમાં માત્ર એક જ સમય લુખ્ખુ – સુકુ ભોજન લઈ આયંબિલ તપની અપૂવે આરાધનામાં તપસ્વીઓ જોડાયેલ.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના વિવિધ ધમે સ્થાનકોમાં પંદરસોથી વધારે તપસ્વીઓએ તપ ધમેની સુંદર આરાધના કરી પ્રભુ મહાવીરના તપ માગેની જયોતને જલતી રાખેલ.

નવ દિવસ સુધી ઉપકારી પૂ.સંત – સતિજીઓએ નવ પદનું મહાત્મય વણેવેલ.આ નવ પદમાં નમો અરિહંતાણં અને નમો સિધ્ધાણં આ બે પદ સાધ્ય કહેવાય છે.નમો આયરીયાણં,નમો ઉવ્વઝાયાણં અને નમો લોએ સવ્વ સાહૂણં આ ત્રણ પદને સાધક કહેવાય છે.નમો દસંણસ્સ,નમો નાણસ્સ,નમો ચરિતસ્સ અને નમો તવસ્સ આ ચાર પદને સાધન કહેવાય છે.

રાજકોટના વિવિધ ધમે સ્થાનકોમાં નીચે મુજબની તપ સાધના થયેલ. નાલંદા સંઘ ૨૪૦,સરદારનગર સંઘ ૧૦૦,નેમિનાથ – વીતરાગ સંઘ ૯૩,અજરામર સંઘ ૮૫,મહાવીર નગર સંઘ ૭૯,રોયલ પાકે સંઘ ૭૨,વખારીઆ સંઘ.૭૦,સંઘાણી સંઘ પ્રહલાદ પ્લોટ ૬૯,ઈન્દ્રપ્રસ્થનગર સંઘ ૬૭,વિરાણી પૌષધ શાળા – મોટા સંઘ ૫૯,નવકાર મંડળ ૪૯,ઉવસગ્ગહરં સાધના ભવન ૪૫,ઋષભદેવ સંઘ ૪૦,ગીત ગૂજેરી સંઘ ૪૦,શ્રમજીવી સંઘ ૩૯,મનહર પ્લોટ સંઘ ૩૮,જૈન ચાલ સંઘ ૩૭,ગોંડલ રોડ વેસ્ટ સંઘ ૩૫,સદર સંઘ ૩૦,ભક્તિનગર સંઘ ૨૯,શેઠ ઉપા.૨૮,વૈશાલીનગર સંઘ ૨૩.આ ઉપરાંત રેસકોષે પાકે સંઘ,રામ કૃષ્ણનગર સંઘ,જંકશન પ્લોટ સંઘ,આનંદનગર સંઘ,સરિતા વિહાર સંઘ સહિત અનેક ક્ષેત્રોમાં તપસ્વીઓએ નવ દિવસ સુધી આયંબિલ તપની સુંદર આરાધના કરેલ.રવિવારે વિવિધ સ્થળોએ તપસ્વીઓના પારણા યોજાશે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.