Abtak Media Google News

આજીડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશહાલી : રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે, મેઘરાજાની મહેરબાની : વિપક્ષીનેતા દંડક

મહાનગરપાલિકાનાં વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને દંડક અતુલભાઈ રાજાણીની સંયુક્ત અખબારી યાદી જણાવે છે કે હાલ રાજકોટ શહેરમાં આજે રાત્રે ૧૨ કલાક થી સવારે ૮:૦૦ કલાક સુધીમાં ૨૦૦ એમએમ જેવો વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે જયારે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજીડેમ-૧ ઓવરફલો થતા રાજકોટ શહેરના લોકો ખુશહાલી અને જયારે મેઘરાજાએ મહેરબાની વરસાવી હોય અને કુદરતે રાજકોટ શહેરના પીવાના પાણીની સમસ્યા ના પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો હોય  ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને દંડક અતુલભાઈ રાજાણીએ કુદરતનો ખુબ ખુબ આભાર માન્યો છે અને રાજકોટની જનતામાં ખુશીની લાગણી ફેલાય છે તેમજ રાજકોટ શહેરમાં પીવાના પાણીનું સંકટ ટાળતા મેઘરાજાની મહેરબાની ને ફરીથી આભાર માન્યો છે તેવું વિપક્ષીનેતા  વશરામભાઈ સાગઠીયા અને દંડક અતુલભાઈ રાજાનીની અખબારી યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.