Abtak Media Google News

સમગ્ર દુનિયામાં ખોજા જ્ઞાતિનાંધર્મગુરુ નામદાર આગાખાન સાહેબનો જન્મદિવસ આગામી તા.૧૩ ડિસેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. સાલગ્રેહ ફારસી ભાષાનોશબ્દ છે. જેનો અર્થ વર્ષગાંઠ થાય છે. નૂરમૌલાના શાહ કરીમ અલ-હુસૈની હાજર ઈમામ (અ.સ.)ને લોકો નામદાર આગાખાન સાહેબ તરીકે ઓળખાય છે. તેમનો મુબારક જન્મ સ્વિત્ઝરલેન્ડ દેશનાં જીનીવા શહેરમાં તારીખ ૧૩મી ડિસેમ્બર,૧૯૩૬નાં રોજ થયો હતો. જેથી દર વર્ષે આ દિવસને સાલગ્રેહદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યકિત માટે જન્મદિવસ ખુશીનોદિવસ છે. પરંતુ ઈમામ (અ.સ.)ના જન્મ દિવસની ખુશી અને અગત્યતા અનેકગણી વધારે હોય છે. આજે દુનિયાના અનેક દેશોમાં ખોજા જ્ઞાતિજનોનો વસવાટ છે. દુનિયાના અતિ પ્રગતિશીલ દેશો જેવા કે કેનેડા, ઈંગ્લેન્ડવગેરે દેશોમાં ભવ્ય જમાત ખાના સ્થપાયેલ છે. એક તરફ શહેરી જીવનધોરણને સુધારવા આગાખાન રૂરલ સ્પોર્ટ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આગાખાન આર્કિટેકચર એવોર્ડ હસ્તક ઉતમ સ્થાપત્યમાટે એવોર્ડ આપવામાં આવે છે. આગાખાન હેલ્થ સર્વિસ જેવી સંસ્થાઓનાતજાતનાં ભેદભાવ વગર લોકોનાં આરોગ્યની કાળજી રાખે છે.

આગાખાન સાહેબ પોતાના સામાજિક જીવનમાંદિવસ દરમિયાન સમયગાળામાં ૨૪ કલાકમાંથી સતત ૧૮ થી ૨૦ કલાક પોતાના મુરીદો માટે કામગીરીકરી રહ્યાં છે. તેમની હાલની ઉંમરમાંપણ પોતાના કામ પ્રત્યે ચાહના હજુ પણ અકબંધ રાખેલ છે. આગાખાન સાહેબખોજા જ્ઞાતિઓને સંદેશો આપે છે કે, સઘળા કાર્યોમાં નિયમિતતા જરૂરી છે. પવિત્ર મઝહબની ઉતમ પ્રણાલિકા મુજબ વર્તવા માટેનીતેઓ ઈચ્છા ધરાવે છે. તેમજ મઝહબનું જે શિક્ષણ ઈમામે ગુમાનથી મળતુંરહે છે તેને જીવનમાં ઉતારવાથી જ પોતાના મઝહબની ઉતમ પ્રણાલિકાનું પાલન થઈ શકે છે.માત્ર આ ભેટથી જ મૌલાને તેમજ તેમના જન્મદિવસે ખુશ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.