Abtak Media Google News

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં સર્વોચ્ચ ધર્મગુરૂના નાનાભાઈ માલેકુલ અશતરભાઈનો આજે ૭૨મો જન્મદિવસ હોવાથી દઅવતે હાદિયામાં ઉમંગની છોળો ઉઠી છે. ખાસ કરીને આજે માલેકુલ અશતરભાઈ ગુજરાતના જામનગર શહેરમાં હોય ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરના તેમના હજારો અનુયાયીઓમાં સોનામાં સુગંધ ભળી હોય એવો માહોલ સર્જાયો છે.

૨૩મી જમાદિલ આખર હીજરીસન ૧૩૬૭ના રોજ જન્મેલા માલેકુલ અશતરભાઈએ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન ધાર્મિક ભાવના જોડી સેવા કાર્ય શ‚ કરી તેમણે દુનિયાના ૨૨ દેશોના જુદા જુદા ગામો શહેરોમાં સમાજના હજારો લોકોને મળયા અને એક નવતર પ્રકારની દિશા બતાડેલ હતી.

આજે ૭૨ વર્ષમાં પ્રવેશ કર્યો હોવા છતાં તેઓ યુવાનને શરમાવે તેવી સ્ફુર્તીથી પોતે ધર્મકાર્ય કરી દેશ દેશાવરનો પ્રવાસ કરી એક ખરાઅર્થમાં દાઅવતની યશકલંગીમાં એક પીંછાનો ઉમેરો કર્યો છે. જમણા હાથે શું કર્યું તે ડાબા હાથને પણ ખબર ન પાડનારા પરોપકારી અનેકના જીવનમાં અજવાળુ પાથર્યું છે. આવા મહાન માનવતાવાદી શહેઝાદા માલેકુલ અશતરભાઈ સાહેબના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે હજારો વ્હોરા પરિવારો દુઆ-પ્રાર્થના કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.