Abtak Media Google News

વેકેશનની મજા માણી રહી છે જેકી

આજે બોલીવુડ હીરોઈન જેકલીન ફર્નાન્ડીઝનો બર્થ ડે છે. તે અત્યારે વેકેશનની મજા માણી રહી છે. તેના ખાતામાં અત્યારે ફિલ્મો જેન્ટલમેન (સિઘ્ધાર્થ મલ્હોત્રા) અને ડ્રાઈવ (સુશાંતસિંઘ રાજપૂત) છે. તે રેમો ડીસુઝાની એક અનટાઈટલ ફિલ્મમાં પણ છે. જેમાં તેનો હીરો સલમાન ખાન છે.જેકલિનની પ્રથમ ફિલ્મ અલાદીન રીતેશ દેશમુખ સાથે હતી. આ સિવાય તેણે સલમાન ખાન સાથે કિક મૂવી કર્યા બાદ રાતોરાત ટોપ લિસ્ટમાં આવી ગઈ હતી. આજે ફિલ્મમાં ગ્લેમર બિછાવવાની સાથે તે એક અચ્છી ડાન્સર પણ છે. ફિલ્મ જેન્ટલમેન માટે તેણે ખાસ પોલ ડાન્સની તાલીમ લીધી હતી.જેકલીન ફર્નાન્ડીઝનું બાળપણ ઓસ્ટ્રેલિયામાં વીત્યું છે. તે ઓસ્ટ્રેલિયન પિતા અને શ્રીલંકન મૂળની (સાઉથ આફ્રિકન) માતાનું સંતાન છે. તે મોડેલ ઉપરાંત મિસ શ્રીલંકા બન્યા બાદ બોલીવુડમાં આવી છે. તે એટલી ધનવાન થઈ છે કે શ્રીલંકામાં જ એક ટાપુ ખરીદી લીધો છે. શ્રીલંકા તે ચેરિટીનું કામ પણ કરે છે. તેને ભલે હિન્દી ડાયલોગ બોલવામાં તકલીફ પડતી હોય પરંતુ તે બોલીવુડમાં છવાઈ ગઈ તે નકકી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.