Abtak Media Google News

MCI ને વિખેરી નાખવાના વિરોધમાં આજે સમગ્ર રાજ્યના આશરે 25 હજારથી વધુ ખાનગી તબીબોએ હડતાલ પાડી છે. સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી તબીબો કામગીરીથી અળગા રહેશે. જેના ૫ગલે દર્દીઓની તપાસ અને ઓ૫રેશન જેવી કામગીરી બંધ રહેશે. અગાઉ ૫ણ તબીબો આવી રીતે વિરોધ નોંધાવી ચૂક્યા છે. જો કે તેનું કોઇ ૫રિણામ આવ્યું નથી. સરકાર નેશનલ મેડિકલ કાઉન્સીલની રચના કરવા માગે છે. આ મામલે IMA દ્વારા લડતનું એલાન આ૫વામાં આવ્યું છે. લડત દરમિયાન ઇમરજન્સી મેડિકલ સેવા ચાલુ જ રાખવામાં આવશે.

રાજ્યના ૨૫ હજાર ડૉક્ટરો બ્લેડ ડે મનાવી મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરશે. MCI વિખેરી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવા સામે ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનુ કહેવુ છે કે, મોદી સરકારના આ નિર્ણયથી આમજનતાને કોઇ ફાયદો નહીં થાય. જો સરકાર તેને અમલી બનાવશે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના વિરોધમાં ડૉક્ટરો બ્લેક ડે મનાવશે. સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો જ નહીં,મેડિકલ સ્ટુડન્ટસ પણ આ લડતમાં જોડાશે.

મેડિકલ ક્ષેત્રના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ બિલનો વિરોધ કરશે. હોસ્પિટલોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી OPD સેવા બંધ રહેશે. જો કે, હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓની સારવાર અથવા ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. આ બિલમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી ભ્રષ્ટાચારની નીતિ અપનાવી વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યાનો આક્ષેપ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.