Abtak Media Google News

રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે ગુજરાત ગૌરવ સમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કરતા જોવા મળ્યા. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રવચન પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આજે તો વટ પાડ્યો તમે લોકોએ.

નરેન્દ્ર મોદીએ શું કહ્યુ કે , આજે તો વટ પાડ્યો તમે લોકોએ , એ લોકો તમારી તાકાત જાણે છે કે કેમ? ખબર નથી. હું ભાજપના કાર્યકરોને ખરી રીતે જાણું છું. તમે આપેલા આશીર્વાદ મારા માટે સૌભાગ્ય, આટલો મોટો કેસરીયા મહાકુંભ મેં જોયો નથી

અમિત શાહે જણાવ્યુ કે, ટીવી પર મને 150+ના પ્રશ્નો પૂછતાં લોકોનેઆ સભા જોઇને જવાબ મળી જશે, 1990થી ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ રાખ્યો અને 2/3 બહુમતીથી જીતાડ્યા છે. મોદી વડાપ્રધાન છે, ત્યારે જનતાને વિનંતી કરું છું કે આ વખતે 2/3 નહીં 3/4 બહુમતી જોઇએ, ભાજપ જેવું સંગઠન ક્યાંય નથી. એ સંગઠન બનાવવામાં મોદીનો મહત્વનો ફાળો, કોગ્રેસ પાંચ વર્ષ દરમિયાન ક્યાંય દેખાય નહીં. પરંતુ ચૂંટણના સમયે અમે દેખાય અને કાઉન્ટિંગ વખતે ફરી ગુમ થઇ જાય,  વિકાસના નિબંધમાં માત્ર મોદીનું ગુજરાત મોડલ લખાય છે, કોંગ્રેસના શાહજાદાએ ચૂંટણી જોઇ આંટા વધારી દીધા છે અને વિકાસના પ્રશ્ન પૂછે છે , હમણા છ દિવસ પહેલાં અમેઠીની કલેક્ટર કચેરીની ભૂમિપૂજન કરી આવ્યો, 60 વર્ષમાં કલેક્ટર કચેરીની ન બનાવી શક્યાં, નર્મદા યોજના તમારા પરનાનાએ ચાલી કરી હતી તે મોદીએ પૂરી કરી ગુજરાતની જનતા વિકાસને પ્રેમ કરવાવાળી છે. તમે બુલેટ ટ્રેનની મજાક ઉડાવ છો. જનતા મતપેટીમાં જવાબ આપશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.